GSTV
Trending

WC 2019 IND VS AFG: મોહમ્મદ શમીની હેટ્રીક, ભારતે 11 રને અફઘાનિસ્તાનને હરાવ્યું

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને 225 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેમાં ભારતની શરૂઆત ખૂબજ ખરાબ રહી હતી, એક રનના સ્કોર પર રોહિત શર્મા આઉટ થયો હતો. તેના પછી, કે એલ રાહુલ પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને નબીના બોલ પર 30 રન સાથે આઉટ થઈ ગયો હતો.

બંને ઓપનર 64 રનમાં પેવેલિયનમાં પાછા ફર્યા હતા. ત્યાર બાદ વિજય શંકર અને વિરાટ કોહલીએ સાથે મળીને ઈનિંગ્સને સંભાળી હતી.પરંતુ રહમત શાહે વિજય શંકરને 29 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. જેમાં વિરાટ કોહલીએ વર્લ્ડકપની ત્રીજી અડધી સદી ફટકારીને નબીની ઓવરમાં આઉટ થયો હતો. 225 રનના લક્ષ્યાંક પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 213 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીએ હેટ્રીક લઈને મેચ જીતાડી હતી. લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે સાતમી ઓવરના ત્રીજા બોલ પર પહેલો ઝટકો મળ્યો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ ઓપનર હઝરતલ્લાહ જજઈ (10)રનને બોલ્ડ કરીને ટીમ ઇન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી, હાર્ડિક પંડ્યાએ 16.5 ઓવરમાં અફઘાનિસ્તાનને બીજો ફટકો આપ્યો હતો.

પંડ્યાએ સુકાની ગુલબદિન નબીને વિજય શંકરની હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. નબી 42 બોલમાં 27 રન કર્યા બીજી વિકેટે રહમત અને ગુલબુદ્દી વચ્ચે બીજી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી હતી.

ભારત: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી(કેપ્ટન), વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, યૂઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ

અફઘાનિસ્તાન: હઝરતુલ્લાહ ઝઝાઈ, ગુલબદીન નાઇબ, રહેમત શાહ, શહિદી, અસગ઼ર અફઘાન, મોહમ્મદ નાબી, ઇક્ર્મ અલી ખાન, નજીબુલ્લાહ ઝદરન, રાશિદ ખાન, આફતાબ આલમ, મુજિબ ઉર રહેમાન

READ ALSO

Related posts

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk

નાનીમાં પણ આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે રાખો હૃદયની સંભાળ

Akib Chhipa

નાસાનું ઓરિયન કેપ્સ્યુલ પહોંચ્યું ચંદ્રની ભ્રમણકક્ષામાં, 11 ડિસેમ્બરે પૃથ્વી પર ફરશે પાછું

GSTV Web Desk
GSTV