GSTV
Home » News » WC-2019 AUS VS BAN: ઓસ્ટ્રેલિયાને મેચમાં લડત આપીને હાર્યું બાંગ્લાદેશ

WC-2019 AUS VS BAN: ઓસ્ટ્રેલિયાને મેચમાં લડત આપીને હાર્યું બાંગ્લાદેશ

વર્લ્ડકપની 26મી મેચ ટ્રેન્ટબ્રિજ ખાતે રમાઈ છે. ત્યારે આ મેચ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. જેમાં ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 381 રન કર્યા છે. ત્યારે કાંગારું તરફથી ડેવિડ વોર્નરે વનડે કરિયરની 16મી સદી ફટકારી હતી.

આ ઈનિંગમાં વોર્નરે 147 બોલમાં 14 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 166 રન કર્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચ સાથે પ્રથમ વિકેટની ભાગીદારી માટે 121 રનની ઈનિંગ રમી હતી. જેમાં ફિન્ચે 53 રનનું યોગદાન આપ્યું હતું, જયારે ઉસ્માન ખ્વાજાએ 89 રન કર્યા હતા. બાંગ્લાદેશ તરફથી સફળ બોલર સૌમ્ય સરકાર રહ્યો હતો. તેણે 3 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા ટીમ જે વર્લ્ડકપ ચેમ્યિન છે, તે ટીમને જીત માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે છેલ્લે સુધી મેચમાં લડત આપી હતી. ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રને હરાવ્યું છે. જ્યારે 382 રનનો લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 333 રન જ કરી શક્યું હતું.

જ્યારે બાંગ્લાદેશ તરફથી મુશફિકર રહીમે ધમાકેદાર સદી ફટકારી હતી. પરંતુ તેની સદી બાંગ્લાદેશને જીત અપાવી શકી નહી. તેણે 97 બોલમાં 102* રન કર્યા હતા. આ સિવાય તમીમ ઇકબાલે 74 બોલ (62) રન અને મહમદુલ્લાહે 50 બોલ(69) રનની ઈનિંગ રમી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાના બોલરોને વિકેટ માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જેમાં નેથન કુલ્ટર નાઇલ, માર્કસ સ્ટોઈનિસ અને મિચેલ સ્ટાર્કે 2-2 વિકેટ ઝડપી હતી. અને એડમ ઝાંપાએ 1-1 વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશનો વનડેમાં 300 પ્લસનો સ્કોર


333-8 વિ ઓસ્ટ્રેલિયા, ટ્રેન્ટબ્રિજ (2019)
330-6 વિ દક્ષિણ આફ્રિકા, ધ ઓવલ(2019)
329-6 વિ પાકિસ્તાન, મીરપુર (2015)
326-3 વિ પાકિસ્તાન, મીરપુર (2014)

બાંગ્લાદેશ: મશરફે મુર્તજા(કેપ્ટન), તમીમ ઈકબાલ , સૌમ્ય સરકાર , શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (વિકેટ કીપર), લિટન દાસ, મહમુદુલ્લાહ, સબ્બીર રહેમાન, રુબેલ હુસેન, મેહદી હસન અને મુસ્તફિજુર રહમાન

ઓસ્ટ્રેલિયા: આરોન ફિન્ચ (કેપ્ટ્ન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી(વિકેટકીપર), પેટ કમિન્સ, નેથન કુલ્ટર નાઇલ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝાંપા

READ ALSO

Related posts

અમદાવાદના કોંગી ધારાસભ્ય સામે મેટ્રો પોલિટન કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યુ, જજ બગડ્યા

Mayur

હિંદુ પક્ષ 23 નવેમ્બરે રામલલા વિરાજમાનને સુપ્રિમ કોર્ટના નિર્ણયની કોપી સોંપશે, વકીલોની ટીમ જશે

Mansi Patel

ડે-નાઇટ ટેસ્ટ પહેલાં જ આ ખેલાડીને આવવા લાગ્યાં ‘પિન્ક બૉલ’ના સપના, કોહલી-ધવને આ રીતે લીધી મજા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!