GSTV
Home » News » જ્યાંથી રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે તે કેરળની વાયનાડ સીટ પર નિરસ મતદાન

જ્યાંથી રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે તે કેરળની વાયનાડ સીટ પર નિરસ મતદાન

કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી આજે 23 એપ્રિલે ત્રીજા ચરણનું મતદાન થઈ રહ્યું છે. આ સીટ પર સવારે 9 વાગ્યે 4.43 ટકા મતદાન થયું છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે જેટલી પણ લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. તેમાં સૌથી ઓછું મતદાન થવામાં વાયનાડ સીટનો સમાવેશ થાય છે. કેરળની તમામ સીટો પર અત્યાર સુધીમાં 9.71 ટકા મતદાન થયું છે.

Arun Jaitley Amritsar

કેરળની 20 લોકસભા સીટ પર અત્યાર સુધીમાં 243 ઉમેદવારો છે. તો વાયનાડથી સૌથી વધારે 22 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં રાહુલ ગાંધી પણ મેદાનમાં છે. તમામ સીટો પર 303 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું હતું. પણ તપાસ દરમિયાન 60 ઉમેદવારોના નામાંકને રદ્દ કરી દેવામાં આવ્યા.

વાયનાડ બેઠક પરથી કોમ્યુનિસ્ટ પાર્ટીના પીપી સુનીર મેદાનમાં છે. રાહુલ ગાંધી સાથે તેમનો સીધો મુકાબલો છે. સીપીઆઈના રેડ સ્ટારના ઉષા અને સેક્યુલર ડેમોક્રેટિક પાર્ટીના પીપી જોનને ટીકિટ આપવામાં આવી છે. બહુજન સમાજવાદી પાર્ટીના નેતા મોહમ્મદ પીકેને ઉમેદવાર બનાવ્યો છે. વાયનાડ પર તો 22 ઉમેદવાર છે જ, પણ કોટ્ટાયમ અને અલાથૂરમાં સૌથી વધુ સાત સાત ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વાયનાડ બાદ ઉત્તિનગલ (21) તિરૂવનંતપુરૂમ (17)માં સૌથી વધારે ઉમેદવારો છે.

જણાવી દઈએ કે કેરળની વાયનાડ સીટ 2008માં અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી આ સીટ પર કોંગ્રેસનો કબ્જો છે. આ સીટમાં 7 વિધાનસભા સીટ આવેલી છે. જેમાં મનંથવાડી, સુલ્તાનબથેરી, કલ્પેટ્ટા અને કોઝીકોટ જિલ્લાઓનો સમાવેશ થાય છે. 2009માં આ સીટ પરથી કોંગ્રેસના એમઆઈ શાનવાસ સાંસદ બન્યા હતા. હવે કોંગ્રેસના રાહુલ ગાંધી આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. જે દેશની હાઈપ્રોફાઈલ સીટમાંની એક છે.

વાયનાડ જિલ્લાની વસતિ 8.18 લાખ છે જેમાં 4.01 લાખ પુરૂષ અને 4.15 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાની સાક્ષરતા કુલ 89.03 ટકા છે. વાયનાડમાં 49.48 હિન્દુ, 28.65 મુસ્લિમ અને ઈસાઈ સમુદાયની 21.34 વસતિ છે. કેરળમાં કોંગ્રેસની આગેવાનીમાં ગઠબંધન થનાર પાર્ટી યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ એટલે કે યૂડીએફ છે. જ્યારે બીજી તરફ વામપંથી દળોનું ગઠબંધન છે જે લેફ્ટ ડેમેક્રટિક ફ્રંટ છે

READ ALSO

Related posts

સ્ટ્રોંગરૂમને લઈને ઉમેદવારોનાં સવાલો આ રીતે ચૂંટણીપંચે ઉકેલ્યા

Mansi Patel

રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓને મોટી રાહત મળી, 5000 કરોડના દાવા અમદાવાદમાંથી પરત ખેંચાયા

Karan

પરિણામ પહેલાં 21 પાર્ટીઓની બેઠક, સુપ્રીમ બાદ હવે ચૂંટણીપંચનો દરવાજો ખખડાવ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!