GSTV
Home » News » રાહુલ ગાંધીનાં મત વિસ્તારનો હુંકાર, રાહુલને અમે શીખાડશું કે ‘જમીન પર ચૂંટણી કેવી રીતે લડી શકાય ’’

રાહુલ ગાંધીનાં મત વિસ્તારનો હુંકાર, રાહુલને અમે શીખાડશું કે ‘જમીન પર ચૂંટણી કેવી રીતે લડી શકાય ’’

રાહુલ ગાંધીએ નક્કી તો કરી લીધુ કે વાયનાડથી પોતે ચૂંટણી લડશે રપણ ત્યાની જનતા તેનાથી નાખુશ છે. એની નાખુશી ત્યાની પ્રજાએ દર્શાવી હતી અને રાહુલને શિખામણ આપી હતી. કેરળની વાયનાડ બેઠકથી લોકસભા ચૂંટણી લડવાના રાહુલ ગાંધીના નિર્ણયથી નાખુશ વામદળોએ બુધવારે કહ્યું કે અમે શીખવાડશું કે ‘જમીન પર ચૂંટણી કેવી રીતે લડાઈ’ જોકે કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં તેમના અધ્યક્ષની જીતને કોઈ પણ પ્રભાવિત નહીં કરી શકે.

મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી બુધવારે રાત્રે કોઝીકોડ પહોચશે. તેઓ ગુરૂવારે સવારે લગભગ સાડા અગ્યાર વાગે કલપેટ્ટામાં વાયનાડ જિલ્લા કલેક્ટ્રેટ પહોંચી તેમનું નામાંકન ભરશે. રાહુલ ગાંધીના વાયનાડ બેઠકથી નામાંકન પત્ર ભરવાની પૂર્વસંધ્યાએ સીપીઆઈના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે,‘અમે આ ચૂંટણી જીતવા માટે લડીશું.’

કેરળના વામપંથી દળના ગઠબંધન વામ લોકતાંત્રિક મોર્ચા(LDF)એ વાયનાડ સંસદીય ક્ષેત્રથી સીપીઆઈના પી પી સુનીરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ક્ષેત્રમાં સાત વિધાનસભા બેઠકો આવે છે. જેમાં વાયનાડ અને મલપુરમ જિલ્લાની ત્રણ-ત્રણ બેઠકો અને કોઝીકોડ જિલ્લાની એક બેઠક સામેલ છે.

રિપોર્ટ મુજબ વામદળોનું માનવું છે કે,‘આ ક્ષેત્રની જનતા ગાંધી જેવા વ્યક્તિને પસંદ નહીં કરે કારણ કે તેઓ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેમના વ્યસ્ત કાર્યક્રમના કારણે સ્થાનિક લોકોની સમસ્યાઓ અને મુદ્દાઓ પર સંપૂર્ણ રીતે ધ્યાન નહીં આપી શકે. ઉપરાંત તેમને કહ્યું કે,‘રાહુલ ગાંધી અદૃશ્ય ભગવાનની જેમ છે. તેમના માટે પારિવારિક ક્ષેત્ર અમેઠી(ઉત્તર પ્રદેશ)થી જીતવું સરળ રહેશે. પરંતુ વાયનાડની ધરતી થોડી અલગ છે. અમે તેમને શીખવાડીશું કે જમીન પર ચૂંટણી કેવી રીતે લડી શકાય છે.’

READ ALSO

Related posts

IND vs WI: વિરાટ-રાહુલનો ધમાકો, ભારતની ટી-20 મેચમાં શાનદાર જીત

pratik shah

પોર્ન સાઈટ પર નીતીશની વોર્નિંગ, દેશભરમાં આવી વેબસાઈટ બંધ કરે કેન્દ્ર સરકાર

Nilesh Jethva

સાંસદ સાક્ષી મહારાજે દુષ્કર્મના આરોપી કુલદીપ સેંગરને આપ્યા અભિનંદન, પ્રિયંકા ગાંધીએ શરૂ કર્યુ ટ્વીર વૉર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!