GSTV
Gujarat Government Advertisement

ઓસ્ટ્રેલિયાનો આ વિસ્ફોટક બેટ્સમેન ધોનીના નેતૃત્વ પર થયો ઓળઘોળ કહ્યું, ‘હું આજીવન તેનો કર્ઝદાર રહીશ’

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસને ફરી એક વખત ધોનીની પ્રશંસાના પુલ બાંધ્યા હતા. શેન વોટસને ધોનીના નેતૃત્વના વખાણ કરતાં કહ્યું કે, ખેલાડીઓની પ્રતિભાને ઓળખવી અને તેમની ક્ષમતા પર ભરોસો કરવો, આઈપીએલમાં એ જ ચૈન્નઈ સુપરકિંગ્સની સફળતાનું મોટું કારણ છે. શરૂઆતમાં વોટસન રાજસ્થાન રોયલ્સ માટે રમતો હતો જ્યાં ટીમ પહેલી વખત ચેમ્પિયન બની હતી. જે બાદ તે ચૈન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાયો હતો. તેણે કહ્યું કે, હું ધોની અને સ્ટીફન ફ્લેમિંગનો આજીવન કર્ઝદાર રહીશ.

ધોની અને ફ્લેમિંગનો આભાર

શેન વોટસને ચૈન્નઈ સુપરકિંગ્સની ઈન્સ્ટાગ્રામ લાઈવ ચેટમાં કહ્યું કે, મારા પર ભરોસો રાખવા માટે ચૈન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન એમ એસ ધોની અને કોચ સ્ટીફન ફ્લેમિંગનો આભાર માનું છું. જો તમે સત્તત 10 મેચમાં રન નથી કરતાં અને આમ છતાં કોચ અને કેપ્ટન તમારા પર ભરોસો રાખે છે. તો એ મોટી વાત છે. જો કોઈ બીજી મોટી ટીમ હોત તો હું ક્યારનો બહાર કરી દેવામાં આવ્યો હતો. પણ ચૈન્નઈ સુપરકિંગ્સે મને ટીમમાં જાળવી રાખ્યો.

57 બોલમાં 117 રન

શેન વોટસને 2018ની આઈપીએલની ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 57 બોલમાં 117 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ મેચમાં વોટસને 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. ગત્ત વર્ષે પણ ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે તેણે આ જ કારનામાને વધુ એક વખત કરી બતાવ્યો હતો. જ્યાં તેણે 59 બોલમાં 80 રન બનાવ્યા હતા. દુર્ભાગ્યવશ ચૈન્નઈ એ મેચ અને ફાઈનલ હારી ગયું હતું.

આ ધોનીના નેતૃત્વની કમાલ છે

શેન વોટસને કહ્યું કે, હું આઈપીએલ 2019ની શરૂઆતમાં રન નહોતો બનાવી શકતો. ધીમે ધીમે હું લયમાં આવ્યો. મને લાગી રહ્યું હતું કે હું સારી બેટીંગ કરી રહ્યો છું. પણ રન નહોતા બનતા. એક સમયે તો મને લાગ્યું કે એ લોકો મને પ્લેઈંગ ઈલેવનથી બહાર કરી દેશે. એ પછી સ્થિતિ બદલી ગઈ. તે બંન્નેએ મને કહ્યું હતું કે, અમને ક્યારે પણ તેની પ્રતિભા પર શંકા નથી ગઈ. આ મહેન્દ્રસિંહ ધોનીના જબરદસ્ત નેતૃત્વનો પ્રભાવ છે. હું મારા પર વિશ્વાસ રાખવા માટે ધોની અને ફ્લેમિંગનો હંમેશાં કર્ઝદાર રહીશ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, તસવીરો જોઇને ધબકારો ચુકી જશો

Bansari

સરકારી નોકરી આવી: ક્લાર્ક અને PO માટે 10,000થી વધારે ઉમેદવારોની કરવાની છે ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana

મહત્વપૂર્ણ માહિતી / તમારા આરોગ્ય વીમા દાવાને નકારી ન દેવાય તે માટે રાખો આ 6 સાવચેતી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!