GSTV

મહત્વનું/ વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ, આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદની સંભાવના હાલ નહિવત

Last Updated on June 22, 2021 by pratik shah

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, ત્યારે બીજી તરફ રાહત કમિશનર અને સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર યોજાયો હતો. રાહત કમિશનરે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજ્યના ૧૨ જિલ્લાઓના ૨૩ તાલુકાઓમા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૩૪ એમ.એમ વરસાદ નોંધાયો છે. રાજયમાં મોસમનો અત્યાર સુધી તા.૨૨/૦૬/૨૦૨૧ અંતિત ૮૭.૩૦ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૪૦ મી.મી ની સરખામણીએ ૧૦.૩૮% છે.

વરસાદ

IMD ના અઘિકારીએ જણાવ્યુ છે કે, ૧૯ જુન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જયારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર સોમનાથ, પોરબંદર અને જુનાગઢમાં પ્રમાણમાં વરસાદ ઓછો નોંધાયો છે. આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૬.૮૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૧/૦૬/૨૦૨૧ સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૧.૩૯૪ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮.૦૬% વાવેતર થવા પામ્યુ છે.

  • રાજ્યમાં એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમ તૈનાત : પાંચ ટીમ ડિપ્લોય, ૧૦ રિઝર્વ
  • રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં ૮૭.૩૦ મી.મી. વરસાદ નોંધાયો

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૫૦,૬૨૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૦૯ % છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૨,૦૬,૯૧૦ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૭.૧૪ % છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ – ૦૪ જળાશય છે. જ્યારે એલર્ટ ૫ર એકપણ જળાશય નથી તેમજ વોર્નીગ ૫ર ૦૭ જળાશય છે.

એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૫ ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, ૧-રાજકોટ, ૧-ગીર સોમનાથ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે જ્યારે ૮- ટીમ વડોદરા અને ૨ ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. વઘુમાં એસ.ડી.આર.એફ, સી.ડબલ્યુ.સી., ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, જી.એસ.ડી.એમ.એ., જી.એસ.આર.ટી.સી તથા સરદાર સરોવર નિગમ લિ. ના અધિકારીશ્રીઓ ઓનલાઇન મીટીગમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.

READ ALSO

Related posts

અફઘાનિસ્તાન/ તાલિબાની આતંકવાદીઓ મહિલાઓ સાથે ખૂબ જ બર્બર વર્તન, 15 વર્ષથી ઉપરની છોકરીઓનું લિસ્ટ બનાવ્યું

Damini Patel

મર્ડર મિસ્ટ્રી: 50 દિવસ બાદ સ્વિટી પટેલ મામલે સચ્ચાઈ સામે આવી, પોલીસ ઈન્સ્પેક્ટરે જ કરાવી હતી હત્યા

Pravin Makwana

ખેડૂત આંદોલન/ જંતરમંતર ખાતે ખેડૂતોના દેખાવો, ટિકૈતે કહ્યું-ઊંઘમાં રહેલી મોદી સરકારને કેવી રીતે પાઠ ભણાવવો એ આવડે છે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!