GSTV

કચરો ભરાઇ જતા નહેર ઉભરાઇ અને હજ્જારો લીટર પાણી વેડફાયુ, તંત્રની ઘોર બેદરકારી

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં કચરાને કારણે ઉભરાયેલી નહેરમાં સફાઇની કામગીરી શરૂ કરી છે. જેસીબી દ્વારા કચરો ઉલેચવાની શરૂઆત કરાઇ છે. વહેલી સવારે નહેરમાં કચરો જમા થઇ જતા નહેર છલકાઈ જતા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. તંત્રની બેદરકારીથી પાણીનો મોટા પ્રમાણમાં બગાડ થયો છે. પાણીનો ભરાવો થવાના કારણે અર્ચના સ્કુલથી પર્વત પાટિયા જવાનો રસ્તો બંધ કરવો પડ્યો. સવારે ચાર વાગ્યાથી પાણીનો બગાડ થઇ રહ્યો હતો. તંત્રના અધિકારીઓએ પાણી બંધ કરવાની તસ્દી સુધ્ધા નહોતી લીધી. નહેર વિભાગના શૈલેષ ગામીતે જણાવ્યુ હતુ કે નહેરમાં કચરાનો ભરાવ થઈ જવાના કારણે પાણી ઓવરફ્લો થયું હતુ. વારંવાર કચરાની નહેરમાં સાફસફાઈ કરવામાં આવે છે. તેમ છતા કચરો જમા થઇ જાય છે.

 

Related posts

આગામી પાંચ દિવસ ગુજરાત માટે અતિ મહત્વનાં, સરકારે આપી આ ચેતવણી

pratik shah

અભિનયની સાથે આ સ્કીલમાં પણ ટેલેન્ટેડ છે સૈફની લાડલી, શેર કર્યો થ્રોબેક વીડિયો

Ankita Trada

‘લૉકડાઉનનું પાલન ના કરે તેને ગોળીથી ઉડાવી દો’ આ દેશના રાષ્ટ્રપતિનું ફરમાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!