GSTV
Home » News » 256 કરોડના ખર્ચે બનાવેલ કાકરાપાર જૂથ યોજનાનાં 70 ગામોમાં પાણીની તંગી

256 કરોડના ખર્ચે બનાવેલ કાકરાપાર જૂથ યોજનાનાં 70 ગામોમાં પાણીની તંગી

તાપી જિલ્લાનાં ગુણસદા ગામે પાણી પુરવઠા વિભાગે ગત માર્ચ માસમાં શરૂ કરેલી રૂ.રપ૬ કરોડની કાકરાપાર જૂથ યોજનામાં સમાવેશ ત્રણ તાલુકાનાં ૧૬૦ ગામોમાંથી ૭૦ ગામમાં પીવાનું પાણી મળતું બંધ થઈ જતા સરકારની યોજનાઓની મોટી મોટી વાતોની સરકારે જ તટસ્થ તપાસ કરવી જરૂરી છે.

ગુજરાત રાજ્યમાં પીવાનાં પાણીની ચારેકોર બૂમો પડી રહી છે. જેમાં પરશુરામની ભૂમિ તાપીથી વાપી સુધી સુખી સંપન્ન વિસ્તારમાં વર્ષો બાદ ચારેય તરફથી પાણીની બૂમો શરૂ થઈ છે. ર૩ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકારની પીવાનાં પાણી અને સિંચાઈનાં પાણી માટેની ઉકાઈ અને કાકરાપાર સિંચાઈ યોજનાની તમામ કેનાલો સીમેન્ટ ક્રેકીટની બનાવવાની નીતિ પાણીની બૂમો માટે મુખ્ય જવાબદાર છે. સરકારનાં સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગની ટૂંકાગાળાની નીતિ અને યોજના પીવાનાં પાણીની સમસ્યા માટે મુખ્ય જવાબદાર બની રહી છે.

રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની નાતંદુરસ્ત તબિયતને કારણે તા.૩-૩-૧૯ને રોજ સીનીયર કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સોનગઢનાં ગુણસદા ખાતે રૂ.૧૬૩૨ કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાર્તમુર્હુત કરી ટેન્કર મુક્ત ગુજરાતની વાત કરી હતી.

જેમાં રૂ.રપ૬ કરોડનાં ખર્ચે કાકરાપાર જૂથ યોજના હેઠળ સુરત જિલ્લાનાં ત્રણ તાલુકા માંડવી, માંગરોળ અને ઉમરપાડાનાં ૧૬૦ ગામોને પાણી પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. કરોડોનાં ખર્ચ સાથે યોજનાપૂર્ણ થઈ અને ગામોને પાણી મળતુ થયું હોવાના સરકારી વહીવટી તંત્રનાં દાવા વચ્ચે હાલમાં વીજળીની સમસ્યાથી રર ગામ અને પંપીંગ મશીનરીનાં અભાવે ૪૮ ગામ મળી કુલ ૭૦ ગામોમાં પાણીની સમસ્યા ઉભેલી છે.

સુરત જીલ્લા કલેકટર દ્વારા પાણી પુરવઠા વિભાગની કાકરાપાર યોજનાની કામગીરીની સમીક્ષા કરવામાં આવે તો ગામમાં પાણીની સમસ્યાની વાસ્તવિક્તા ઉજાગર થઈ શકે છે. યોજના શરૂ થઈ અને બે માસમાં જ ૭૦ ગામોને પાણી મળતું બંધ થયું છે. જેમાં પાણી પુરવઠાનાં મીકેનીકલ વિભાગની નબળી કામગીરી લોકો માટે પાણીનો પોકાર કરનારી બની ગઈ છે.

ક્યાં પંપીંગ મશીનરીની સમસ્યા ?

સઠવાવ : ખેડપુર, વાઘનેરા, બડતાલ, ઘંટોલી

પુના : પુના, ગોદાવડી, ખંજરોલી

કસલ : નરેન, વદેશીયા, નંદપોર, અરેઠ

રતોલા : કઠવાડા, લીંબાડા, ધુન્તી, ગીજરમ, આંકદોદ, બોરીદ્રા, અમાનડેરા દઢવાડા : કરૂઠા, માગંતરા, પીપલવાડા, સરકૂઈ

લાખગામ : ફુલવાડી, વીસડાલીયા, કીમડુંગરા

જામકૂઈ : જામકૂઈ, માલ્ધા, ખેતરાદેવી, બુમ્ધા

ઉમરપાડા : ચંદ્રપાડા, ગોપાલીયા, સાલ્લી, કેવડી, સદરાપાણી, વેલાવી, બિજલવાડી, રાણીકુંડ, ખાંભબંગલી

પંચમ્બા : ખોડંબા, ઉમરગોટ, અંબાડી

ગોંડલીયા : ઉમરખાડી, નસારપુર, શામપુરા, કવડીદાદરા, માંડણ, બલાલકુવા, આમલીડાબરા

ક્યાં વીજકંપનીની સમસ્યા?

ગૃપનું નામ             ગ્રામ

સાંઠવાવ : કાકડવા, કાલીબેલ, વાલગઢ, તરસાડાખુર્દ, મોરીઠા

કસાલ : ધરમપુર, મુંજલાવ

રતોલા : રનકપુર, નંદાવ, વડોલી, કોસાડી

દઠવાડા: આમલગુંડી, ચંદપુર, ભાટખાઈ

જામકુઈ: લીમ્ધા, કોલખાડી, ગાંગપુરદેવગીરી, પીપલવાન

ઉમરપાડા : કાલીજામણ, ઝરપણ

પાંચઆંબા : ચોખવાડા

ગોંડલીયા : ગુજડીકુવા

Read Also

Related posts

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

ભાવનગરના તરસરા ગામે જૂથ અથડામણ, પાંચ ઘાયલ, એકની હાલત ગંભીર

Nilesh Jethva

રાજ્યના વિસ્તારમાં 10થી 12 વર્ષના બાળકોને છે ગાંજાનું વ્યસન, મહિલાઓ બની રણચંડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!