GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ

સાબરમતી

રાજ્યમાં સારા વરસાદને કારણે મોટાભાગના ડેમમાં ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સહિતની ડેમોની જળસપાટી વધી રહી છે. ત્યારે ધરોઈ ડેમમાં પણ પાણીની મબલખ આવક થઈ છે. જેથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે નદી કાંઠાના ગામો અને વિસ્તારોને સાવચેત રહેવા અને લોકોને કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત અધિકારીઓને પણ હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે.

સાબરમતી

સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમમાં પાણીની આવકને ધ્યાનમાં લઇ પાણી છોડાઈ રહ્યું છે. તેને પગલે વાસણા બેરેજમાંથી 57,752 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે ક્રમશ વધી શકે તેમ છે. જેથી આ અંગે અમદાવાદ શહેરના નદીકાંઠાના વિસ્તારો તથા જિલ્લાના નદી કાંઠાના ગામોના નાગરિકોને સાબરમતી નદીના કાંઠે નહિ જવા તથા સાવચેત રહેવા અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ તાકીદ કરી છે. તથા સંબંધિત વિભાગોના અધિકારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા પણ જણાવાયું છે.

સરદાર સરોવરની જળસપાટી 135.52 મીટરે પહોંચી

રાજ્યમાં સારા વરસાદને કારણે મોટાભાગના ડેમમાં ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી સતત વધી રહી છે. હાલ જળસપાટી 135.52 મીટરે પહોંચી છે. અને 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક થતા ડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે.. કડાણા ડેમની હાલની સપાટી 416 ફૂટે પહોંચી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા બ ત્રણ દિવસથી વરસતા વરસાદને લઈને ભાદર-1 ડેમમાં નવા નીરની આવક થઈ છે. રાવલ ડેમ 100 ટકા ભરાઈ જતાં રાવલ ડેમના બે દરવાજા ખોલાયા છે. તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા જળસપાટી 586.55 ફૂટે પહોંચી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

બે લોકોએ મળીને ક્રાઉડ ફંડિંગની મદદથી ખરીદ્યો એક દેશ, આ રીતે તમે પણ મેળવી શકો છો નાગરિકતા

Hemal Vegda

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda
GSTV