બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી નામળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 300 ખેડૂતોને સિંચાઇનું પાણી લેવા માટે એક માત્ર કેનાલ છે અને તેમાં પાણી ન આવતા કેનાલો કોરી ધાકોર છે. પાણીનો પોકાર કોઈક સિઝનમાં ભારે વરસાદનો સામનો કરતો સરહદી પંથક કેનાલ નેટવર્ક ધરાવતો હોવા છતા કોરોધાકોર છે. 300 ખેડૂતો ધરાવતા પાડણ ગામે બે હજારથી વધુ હેક્ટરમાં ખેતીની જમીને છે. પરંતુ માત્ર ત્રણ બોર ધરાવતા આ ગામમાં બોરમાંથી ક્ષારયુકત પાણી નીકળતા ખેડૂતો પરેશાન છે. કેનાલ હોવા છતાં પાણી ન આવતા ખેડૂતોએ નર્મદા નિગમ સામે બાયો ચડાવી છે.
- સરહદી પંથક વાવના પાડણ ગામે ઉઠયો પાણીનો પોકાર
- ૩૦૦ ખેડૂતો વચ્ચે માત્ર ત્રણ બોર
- ૧૨૦૦ ફૂટના બોર ઓકે છે ખારાશ વાળું પાણી
- બોર કુવાનું ક્ષાર વાળુ પાણી સિંચાઈ માટે નથી કોઈ કામનું
- કેનાલના પાણીના અભાવે ખોરવાઈ રહી છે વ્યવસ્થા

કેટલાક પરિવારોમાં લગ્નનું ટાણું છે. પરંતુ ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે.અને શિયાળુ પાક માટે કેનાલથી પાણી ન મળતા પરિવારજનો દેવાદાર છે. ત્યારે લગ્નનું આયોજન પણ ખેડૂતો માટે મુશ્કેલી રૂપ બન્યુ છે. ચાલુ વર્, ભારે વરસાદના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયો.ત્યારે વ્યાજે ઉછીના પૈસા લાવીને ખેડૂતોએ રવિપાક માટે ખેતરો તૈયાર કર્યા અને બિયારણ રોપ્યા. પરંતુ નર્મદાના પાણી ન આવતા ખેડૂતોમાં નર્મદા નિગમ સામે રોષ છે..ત્યારે તંત્ર ખેડૂતોની વેદના સમજી પાણીની વ્યવસ્થા કરે તે જરૂરી છે.
READ ALSO
- એલન મસ્કની નજર હવે મુકેશ અંબાણીના બિઝનેસ પર, હવે આ સેક્ટરમાં ધૂમ મચાવવાની તૈયારી
- કોરોના સામે કવચ / નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં લાગ્યા ઓક્સફોર્ડના વૈજ્ઞાનિક, વાયરસના દરેક સ્વરૂપ પર નજર
- કાતિલ ઠંડી: રાજ્યમાં શીત લહેર, નલિયામાં પારો ગગડ્યો 5.1 ડિગ્રી સાથે ઠંડુંગાર
- સરકારના તમામ દાવાઓ પોકળ! કોરોના રીક્વરી રેટમાં ગુજરાત પછડાયું, ટોચના 28 રાજ્યોમાં પણ નથી આવ્યો નંબર
- કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન