GSTV
Home » News » પાટણના આ ગામમાં બાળકીઓ જીવના જોખમે મેળવે છે પીવાનું પાણી

પાટણના આ ગામમાં બાળકીઓ જીવના જોખમે મેળવે છે પીવાનું પાણી

આજે ગુજરાતનો વિકાસ આકાશની ઉંચાઇને આંબતો જાય છે તેવી વાતો વચ્ચે એક એવા ગામની વાત કરવી છે.જે ગામના લોકોને આકાશની ઉંચાઇ તો શું પરંતુ જમીનના પેટાળમાં ઉતરવું પડી રહ્યુ છે. જીવના જોખમે પાણી માટે ગર્તામાં ધકેલાઇ રહેલું માનવ જીવન વિકાસશીલ ગુજરાતની વરવી વાસ્તવિક્તાનું બીજુ પાસુ દર્શાવે છે.

આ છે પાટણ જિલ્લાનું છેવાડાનું કોડધા ગામ. આ ગામ બાદ શરૂ થાય છે કચ્છનું નાનું રણ. આ વિસ્તારમાં જિંદગીનો કોઇ યક્ષ પ્રશ્ન હોય તો તે છે પાણી. કોડધા ગામના લોકો કાયમ પાણી માટે અડધા થતા હોય છે. ગામમાં એક માત્ર બોર છે. જેનું પાણી ખારૂ આવે છે અને મીઠું પાણી જોઇતું હોય તો ગામના એકમાત્ર આ વીરડા પર આધારીત છે લોકો.

જુઓ કેવી રીતે 30 ફૂટથી વધારે ઉંડા વીરડામાં લોકો સિમેન્ટ નાખેલો હોય તેવું ડહોળું પાણી ભરવા મજબૂર છે.
ત્યાં સુધી કે અહીંના લોકો તેમના બાળકોને જીવના જોખમે આ ખાડામાં ઉતારીને ત્યારબાદ પાતળી દોરીથી ઉપર ખેંચે છે. હવે વિચાર કરો કે જો આ દોરી તૂટી હોય તો આ બાળકીની હાલત શું થાય.

આ ગામના લોકોને યાદ નથી કે સત્તાધીશો ક્યારેય આ ગામના લોકોની પાણીની સમસ્યાને હલ કરવા આવ્યા હોય. આ ગામના બાળકોનું બાળપણ લોકોની જુવાની અને વૃદ્ધત્વ બસ પાણીની શોધમાં જ ખતમ થઇ રહ્યુ છે.

READ ALSO

Related posts

વિકાસની લ્હાયમાં 6.5 લાખ વૃક્ષોનું નિકંદન, રૂપાણી સરકારે ખંખેરી લીધા હાથ

Mansi Patel

Jio વપરાશકર્તાને આપી રહ્યું છે 30 મિનિટનો ટોકટાઈમ, આ છે તેની શર્તો

pratik shah

કેવી રીતે ભણશે ગુજરાત : વિદ્યાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત, શિક્ષક દારૂના નશામાં મસ્ત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!