GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ગુજરાતમાં જળસંકટ ઘેરૂ બન્યું, શું આ વખતે પણ મા નર્મદા ઉગારશે?

ગુજરાતમાં જળસંકટ ઘેરૂ બની રહ્યું છે. ત્યારે સવાલ એ થાય કે, જેના નામની દુહાઇ દઇ દઇને નેતાઓ ઇલેક્શન જીતતા આવ્યા છે તે મા નર્મદા આ વખતે પણ ઉગારશે ખરી? તા. ૨૭ એપ્રિલની સ્થિતિએ ગુજરાતના ૨૦૪ જળાશયોમાં સરેરાશ ૩૪.૪૧ ટકા જળસ્તર છે. પણ એમાંય સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં તો માત્ર ૧૧.૮૨ ટકા જેટલું જ પાણી રહ્યું છે. માત્ર બે જ જળાશયોમાં પાણીનો જથ્થો ૭૦ થી ૯૦ ટકા વચ્ચે છે.જ્યારે ૭૮ જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે.

કચ્છની સ્થિતિ ૨૦ જળાશયોમાં ૧૩.૭૩ ટકા પાણી દર્શાવે છે, જ્યારે ઉત્તર ગુજરાતનાં ૧૫ જળાશયોમાં ગયા વર્ષે આ સમયે ૫૯૨.૫૨ મિલિયન ક્યુબિક મીટર જળસ્તર હતું તેની સરખામણીએ ચાલુ સાલે ૩૧૯.૧૧ મિલિયન ઘનમીટર પાણી રહ્યું છે. આમ, ગત વરસની સરખામણીમાં ઉત્તર ગુજરાતનાં ૧૫ જળાશયો, જેમાં માત્ર ૧૬.૬૦ ટકા જળસ્તર છે તે લગભગ અડધું છે. હજુ એપ્રિલનો અંત છે. કાળઝાળ ગરમીના મે-જૂન અને અરધો જુલાઇ મહિનાઓ બાકી છે ત્યારે આ જળસંકટ ઘેરું બનીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો ત્રાહિમામ પોકારાવશે એમાં કોઈ શંકા નથી.

READ ALSO

Related posts

દુકાનો લારી-ગલ્લા અને શાક માર્કેટ શનિ-રવિ બે દિવસ સદંતર બંધ, આ કારણે લેવાયો નિર્ણય

Arohi

પરીક્ષા લીધા વગર જ બધા પાસ, ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું પરિણામ

Arohi

શું ‘લગાન’ અભિનેત્રી ગ્રેસી સિંહ પણ નેપોટિઝમનો શિકાર બની હતી ?

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!