ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમ પર બપોર બાદ પાંચ લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે.

નર્મદા ડેમમાં 5,68,020 ક્યુસેકની આવક થતાં જળસપાટીમાં દર કલાકે 10થી 15 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. છ કલાકમાં જળસપાટી એક મીટર વધી હતી. સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ખુબ સારો વરસાદ થઈ રહ્યો છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે 128.41 હતી. જે વધીને સાંજે પાંચ વગ્યા સુધીમાં 129.38 મીટર થઈ હતી. પાણીનું લાઈવ સ્ટોરેજ 2866 મીલિયન કયુબિક મીટર થઈ ગયું છે.

અને 250 મેગવોટના સીએચપીએચના એક યુનિટથી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પાણીની સતત આવક થઈ રહી હોવાથી નર્મદાની મુખ્ય કેનાલમાં 7879 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત