GSTV
Narmada ગુજરાત ટોપ સ્ટોરી

છલકવાની તૈયારીમાં નર્મદા ડેમ : જળ સપાટી 135.29 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી છોડાશે પાણી

નર્મદા ડેમ

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી ગઈ છે. પાણીની આવક 2,01,961 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધતા જળ સપાટીમાં વધારો થયો છે. આજે રાતે 10 કલાકે ડેમના 23 દરવાજા 1.90 મીટર સુધી ખોલીને 3,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટરની છે.

ડેમ

રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે. નદીમાં કુલ જાવક ( દરવાજા + પાવરહાઉસ) 3,45,000 ક્યુસેક રહેશે. નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં વરસાદ

15મી ઓગસ્ટના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. અમદાવાદ, રાજકોટ, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે હજી પણ બે દિવસ એટલે કે 16 અને 17મી ઓગસ્ટે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah
GSTV