GSTV
Home » News » છોટાઉદેપુર જીલ્લામાં પાણીનો પ્રશ્ન વિકટ બનતા લેવાયો આ નિર્ણય

છોટાઉદેપુર જીલ્લામાં પાણીનો પ્રશ્ન વિકટ બનતા લેવાયો આ નિર્ણય

છોટાઉદેપુર જીલ્લામાં પણ ઠેર ઠેર પાણીનો પોકાર ઉઠ્યો છે. ત્યારે પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડે સમીક્ષા બેઠક યોજી હતી. જીલ્લા વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં દરેક ગામમાં પ્રત્યેક વ્યક્તિને કાયમી ધોરણે પીવાનું પાણી મળે તે વાત પર ભાર મુકાયો હતો. પશુઓ માટેનાં હવાડાઓમાં પણ પાણી ભરવામાં આવશે.

સાથે જ અંતરિયાળ ગામોમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવશે. તેવું મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતુ. જો કે આ વિસ્તારમાં પાણીના સ્તર ઊંડા જતા હેન્ડ પંપ સહીત પાણીના સ્ત્રોત નકામા બન્યા છે. માંડ એકાદ બે બોર ચાલતા હોવાથી બે બેડા પાણી માટે લોકો લાંબી કતારો લગાવી રહ્યાં છે. તો બે ત્રણ કિલોમીટર ચાલીને સુકી બનેલી નદીના પટમાં ઊંડી વેરીઓ ખોદી મહિલાઓ પીવાનું પાણી ભરી લાવે છે.

READ ALSO

Related posts

નાસાની આ તસવીર પંજાબ અને હરિયાણા સરકારની ખોલી દેશે પોલ, પ્રદૂષણ હજુ વધશે

Mayur

ગાંધી પરિવારને સુરક્ષા આપવા માટે સીઆરપીએફે ઘડ્યો આ માસ્ટરપ્લાન, સરકાર સામે મૂકી આ માગણીઓ

Mayur

રેલવેમાં નોકરી હવે સપનું બનશે : સરકારે લીધો આ નિર્ણય, રેલભવનમાં સન્નાટો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!