GSTV
India News Trending

પડકાર/ વિશ્વના ૭૯ કરોડ લોકોને નથી મળતું ચોખ્ખું પાણી, 2050માં આટલી વસતી થઈ તો ભયંકર સ્થિતિ આવશે

આપણે સૌ જાણીએ છીએ કે ધરતી પર ૭૫ ટકા પાણી છે. આમ છતાં વિશ્વના અનેક દેશો પાણીની અછતનો સામનો કરી રહ્યાં છે. વિશ્વના અનેક દેશો અને શહેરો એવા છે જ્યાં લોકોને પીવાના પાણી અને પોતાની અન્ય જરૃરિયાત માટેના પાણી માટે અનેક માઇલ દૂર સુધી જવું પડે છે. આટલું લાંબુ અંતર કાપ્યા પછી પણ તેમને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. આ આપણા વિશ્વની વિટંબણા છે.

સંયુક્ત રાષ્ટ્રની તરફથી આ સમસ્યા પ્રત્યે લોકોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર પણ પાણીની સમસ્યા દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે આમ છતાં આ સમસ્યા સતત વિકારળ બની રહી છે. યુએનના એક અહેવાલ મુજબ વિશ્વના ૭૯ કરોડ લોકોને જરૃરિયાત મુજબનું પાણી મળતું નથી. દર વર્ષે ગંદા પાણીને કારણે વિશ્વમાં લાખો લોકો ટાઇફોઇડની ચપેટમાં આવે છે. યુએનના ૨૦૦૬ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે લોકોની જરૃરિયાત પૂર્ણ કરવા જેટલું પાણી ઉપલબ્ધ છે પણ ભ્રષ્ટાચાર અને ખામીઓને કારણે તે લોકો સુધી ઉપલબ્ધ બની શકતું નથી. આ રિપોર્ટમાં બ્યુરોક્રેસીની નિયત પર પ્રશ્રો ઉઠાવવામાં આવ્યા હતાં.

સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ વર્ષ ૨૦૫૦ સુધી વિશ્વની વસ્તી ૯ થી ૧૦ અબજની વચ્ચે હશે. આ સ્થિતિમાં લોકોને પીવાનું અને અન્ય જરૃરિયાત માટે પાણી ઉપલબ્ધ કરાવવું એક મોટો પડકાર બની રહેશે. પાણીની સમસ્યાનું એક મોટું કારણ ક્લાયમેટ ચેન્જ પણ છે. આ માટે વિશ્વને સતત ચેતવણી આપવામાં આવી રહી છે. ભારત સહિતના અનેક દેશોએ કલાયમેન્ટ ચેન્જ અંગે વિવિધ પગલાં પણ લીધા છે.

યુએનના જણાવ્યા અનુસાર પાણીની વપરાશનો ૬૭ ટકા હિસ્સો સિંચાઇ, ૨૨ ટકા હિસ્સો ઘરેલુ કામ અને ૧૧ ટકા હિસ્સો ઉદ્યોગોમાં વપરાય છે. ભારત સહિત વિશ્વના દસ દેશો વિશ્વના ૭૨ ટકા પાણીનો ઉપયોગ કરે છે. આ દસ દેશોમાં ભારત, ચીન, અમેરિકા, પાકિસ્તાન, ઇરાન, બાંગ્લાદેશ, મેક્સિકો, સઉદી અરબ, ઇન્ડોનેશિયા અને ઇટાલીનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

હટકે અંદાજ/ બૉસથી પરેશાન થઇને એમ્પ્લોયીએ બોલીવુડ સૉન્ગ લખીને આપ્યું રાજીનામું, વાંચીને લોકોની ઉડી ગઇ ઉંઘ

Karan

Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…

Damini Patel

હાર્દિક પંડ્યાએ T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારત તરફથી ધોની અને કોહલી પણ નથી કરી શક્યા આવું

Damini Patel
GSTV