અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલના કારણે જિલ્લાના માલપુર મેઘરજની વાત્રક નદીમાં નવા નીરની આવક થઇ. જિલ્લામાં ખાબકેલ વરસાદ અને ઉપરવાસમાં થયેલ વરસાદને કારણે વાત્રક નદી બે કાંઠે જોવા મળી. વરસાદના પાણીથી આસપાસના બોર તેમજ કુવા રિચાર્જ થતાંપાણીની સમસ્યામાં રાહત મળવા સાથેસાથે ખેતીવાડીને પણ જીવતદાન મળતા ખેડૂતો આનંદમાં જણાયા.
પાટણમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા
પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. થોડા સમય બાદ પાટણ શહેરમાં અમી છાંટણા સાથે ધીમી ધારે વરસાદનું આવન જાવન થતા વાતાવરણમાં ઠંડકથી લોકોને અતિશય બફારો અને ગરમીથી છુટકારો મળ્યો. જિલ્લામાં વાવણી લાયક વરસાદન થતા ખેડૂતો ચિંતિત થયા છે અને સારા વરસાદની મીટ માંડીને બેઠા છે.
Read Also
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી