અમદાવાદમાં પાણી જશેઃ આ 2 દિવસ સુધી પાણીકાપ મૂકી દેવામાં આવ્યો છે, તૈયાર રહેજો

લ્યો… હજુ ઉનાળો શરૂ થયો નથી ત્યાં અમદાવાદ શહેરમાં પાણીકાપ મૂકવામાં આવ્યો છે. અનુપમ સિનેમા પાસે પાણીની મોટી લાઈન પસાર થાય છે તેમાં ભંગાણ સર્જાયું છે. જેને કારણે શહેરમાં મંગળવાર અને બુધવાર 2 દિવસ શહેરીજનોને પાણીની તંગી પડશે. મંગળવારે સવારે પાણી આપ્યા બાદ મરામતની કામગીરી કરવામાં આવશે. જેના કારણે મંગળવારે સાંજના અને બુધવારે સવારે પાણી વિતરણ પર અસર થશે.

શહેરમાં ઉતર, દક્ષિણ અને પૂર્વ ઝોનના વિસ્તારને પાણી કાપની મોટી અસર થશે. પ્રતિદિન શહેરમા 1249 MLD પાણી આપવામાં આવે છે. તેના 2 દિવસ બદલે 700 MLD પાણી મળશે. એટલે કે 400થી 500 MLDની ઘટ પડશે. પાણી વિના લોકોને મુશ્કેલી ન પડે તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરથી પાણી આપવામાં આવશે. પાણીની સમસ્યા વધુ ન સર્જાય તે માટે મરામતની કામગીરી ઝડપી કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter