GSTV

ગુજરાતના ૨૦૪ જળાશયોમાં ૯૨.૩૫ ટકા પાણી: 114 જળાશયો છલકાયા, 57 જળાશયો 70 થી 100 ટકા ભરાયા

નર્મદા ડેમ

Last Updated on September 30, 2019 by Bansari

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન કુલ 204 જળાશય-ડેમમાંથી 114 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે એટલે કે છલકાયા છે. જ્યારે 57 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય તેની કુલ સંગ્રહશક્તિના 98.43 ટકા ભરાયો છે તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગરના તા. 30 સપ્ટેમ્બર-2019ના સવારે 8.00 કલાક સુધીના અહેવાલમાં જણાવાયું છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલની સ્થિતિએ 65.02 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 97.86 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 98.20 ટકા, કચ્છના 20 જળાશયોમાં 76.87 ટકા તેમજ સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 90.08 ટકા આમ રાજયમાં કુલ-204 જળાશયોમાં 92.35 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આજ દિવસે એટલે કે 30 સપ્ટેમ્બર-2018ની સ્થિતિ માત્ર 54.89 ટકા પાણીનો જથ્થો સંગહાયેલો હતો.

રાજ્યમાં હાલમાં સરદાર સરોવર ડેમમાં 2,27,614 કયુસેક, ઉકાઇમાં 1,09,485 કયુસેક, ભાદર-2માં 1,08,310 કયુસેક તેમજ અન્ય 19 જળાશયોમાં 61,379થી 10,000 ક્યુસેક પાણીની આવક જ્યારે 70 જળાશયોમાં 9,782 થી 1,000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

Read Also

Related posts

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ચિંતાનો વિષય / શીત-યુદ્ધની સંભાવના બની પ્રબળ, બ્રિટને આપી રશિયા અને ચીન પ્રમુખને સ્પષ્ટ ચેતવણી

GSTV Web Desk

ગંભીર આડઅસર / ઓમીક્રોન શરીરના આ ભાગને બનાવે છે નબળો, જાણો શું કહે છે તજજ્ઞો?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!