GSTV

પંચમહાલ જિલ્લાના 64 ગામોમાં પાણીની વિકટ સમસ્યા, તંત્રની યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન

Last Updated on May 9, 2018 by Karan

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અભિયાન એક માસ સુધી ચલાવવામાં આવનાર છે. ત્યારે આ અભિયાન દરમિયાન પણ પંચમહાલ જીલ્લાના 7 તાલુકાઓ પૈકી 4 તાલુકાઓના અંતરિયાળ ગામોની પીવાના પાણીની તરસ છીપાય તેવા કોઈ જ અણસાર જોવાતા નથી.

પંચમહાલ જીલ્લો ડુંગરાળ અને જંગલ પ્રદેશ ધરાવે છે. જીલ્લાના 7 તાલુકા પૈકી મોરવા હડફ તાલુકાના 19 ગામો, ગોધરા તાલુકાના 15 ગામો, ઘોઘંબા તાલુકાના 20 ગામો અને કાલોલ તાલુકાના 10 ગામો એમ કુલ 64 ગામોમાં હાલ પીવાના પાણી ખુબ જ વિકટ સમસ્યા સર્જાઈ છે.આ ગામોમાં હાલ પીવાના પાણીના તમામ સ્ત્રોત જળ વિહોણા બન્યા છે. જેને લઈને સ્થાનિકોને પીવાના પાણી માટે 1 થી 2 કિ.મી.ની પદયાત્રા કરવી પડી રહી છે.

આ ગામોમાં પાણીના નજીકના સ્ત્રોત તરીકે હેન્ડ પંપના સ્તર ખૂબ જ નીચે ગયા છે.અથવા તો સુકાઈ ગયા છે.ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા 451 તળાવો તેમજ 587 ચેકડેમોનું સમારકામ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લઈને કરવામાં આવશે.એક માસમાં કાર્યવાહી પૂર્ણ કરવાથી જીલ્લામાં 60 કરોડ લીટર પાણી બચાવી શકાશે તેવો તંત્રએ દાવો કર્યો હતો.

પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે. ગ્રામજનોની માંગ છે કે તેમને ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તો 1 થી 2 કિ.મી.ની પદયાત્રાથી બચી શકે.જો કે એરકંડીશન ઓફિસોમાં માત્ર કાગળ પર જ આયોજન કરવાની જગ્યાએ પાણીની સમસ્યા અંગે કોઈ નક્કર આયોજન કરી અમલમાં મુકવામાં આવે તે ખુબ જ જરૂરી બન્યું છે.

 

Related posts

રાજ્યના હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા

Zainul Ansari

વિધાનસભા સત્ર પહેલા મળી ધારાસભ્ય દળની બેઠક, જોવા મળ્યા તમામ નવા મંત્રીઓ

Pritesh Mehta

શેરી ગરબાને મંજૂરીની અસર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના બજાર પર, નહિવત ઘરાકીને પગલે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!