GSTV
Home » News » યમુનાનું જળસ્તર એટલું વધ્યું કે નિગમ બોધ ઘાટ પાણીમાં ડૂબી ગયો

યમુનાનું જળસ્તર એટલું વધ્યું કે નિગમ બોધ ઘાટ પાણીમાં ડૂબી ગયો

હથિની કુંડમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે રાજધાની દિલ્હીમાં યમુના નદી ખતરાના નિશાનને પાર વહી રહી છે. વધતાં જતા સ્તરથી આજે થોડી રાહત મળશે પરંતુ લોકોની મુશ્કેલી યથાવત રહેશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાંક રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. તો કેટલાંકને ટેન્ટમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. પૂર જેવી પરિસ્થિતિની પગલે રાજધાનીમાં પાણીની સપ્લાઈ પર પણ અસર પડી છે. બુધવારે સવારે યમુના નદીનું જળસ્તર 206.60 મીટર હતું, જે બપોર સુધીમાં વધીને 207 મીટર પાર થઈ શકે છે. મંગળવારે રાત્રે 9 વાગ્યે જળસ્તર 206.40 નોંધાય હતું.

વધતાં જળસ્તરને જોતા લોખંડના જૂના પુલને બંધ કરી દેવાયો છે. નિગમ બોધ ઘાટ પણ યમુનાના પાણીમાં ડૂબી ગયું છે. પુલ બંધ કરવામાં આવતા લાંબા અંતરની ટ્રેનને આનંદ વિહાર, તિલક બ્રિજ, નવી દિલ્હી થઈને જૂની દિલ્હી સુધી પહોંચાડવામાં આવે છે. કેટલીક એમુ ટ્રેન પર રદ કરવામાં આવી છે. તો પૂર જેવી પરીસ્થિતિને પહોંચી વળવા સરકાર તૈયાર છે અને આઈટીઓ, મયૂર વિહાર, ગીતા કોલોનીમાં યમુનાના નીચલા વિસ્તારોમાંથી અનેક લોકોને ટેન્ટમાં શિફ્ટ કરવાનું કહ્યું છે.

સ્થિતિને જોતા વધારાના ટેન્ટની પણ વ્યવસ્થા કરવ માં આવી છે. આ ઉપરાંત અક્ષરધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ગીતા કોલોની વિસ્તારની આસપાસ પૂર પ્રભાવિતો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રિંગ રોડ બાયપાસની આજુબાજુ યમુનાના પાણી આવી જવાથી વધુ પાણી આવતા રોકવા માટે રેતી અને માટીના કોથળા અનેક જગ્યાએ ગોઠવવામાં આવ્યાં છે.

READ ALSO

Related posts

પાણીમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવો પડ્યો બહુ મોંઘો, થઈ એવી દુર્ઘટના કે, ક્યારેય ભૂલી નહીં શકે છોકરી

NIsha Patel

ચૂંટણીની જાહેરાત બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આચારસંહિતા લાગુ

Mayur

ચૂંટણી પડઘમ : મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ગુજરાતની ચાર બેઠકો પર આ તારીખે ચૂંટણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!