GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સંખેડા તાલુકાના આ ગામમાં વરરાજાને ગામ લોકોએ આપ્યું એવું દાન કે…

લગ્નમાં કન્યા દાન સાંભળ્યુ હશે, કરિયાવર સાંભળ્યો હશે, પરંતુ જો વિકાસની સાથે પાણીની તંગી આવી જ રહી તો એ સમય દૂર નથી કે લગ્નમાં પાણીનું દાન આપવું પડે.આવું એટલા માટે કહેવું પડે છે કેમ કે ગુજરાતના અંતરિયાળ ગામોમાં પાણીની એવી ભયંકર તંગી છેકે એક લગ્નમાં જમણવાર માટે પાણી ન હોવાથી સ્થાનિકોએ વરરાજાને પાણીનું દાન કરવાની નોબત આવી.

પીઠી લગાવીને હાથમાં ઘડો લઇને પીપમાં પાણી રેડતા આ એ વરરાજા છે જે વરરાજાને તેના લગ્નમાં પાણીનું દાન મળ્યુ છે. સાંભળીને અચરજ થાય પરંતુ શું કરે.સંખેડા તાલુકાના કૃષ્ણપુરા વસાહતમાં પાણીની તંગી જ એટલી છે કે
જો ગામલોકો પાણીનું દાન ન આપત તો કદાચ લગ્નનો જમણવાર જ ન થાત.

500ની વસતિ ધરાવતું કૃષ્ણપુરા વસાહત જ્યાં અનેક હેંડ પંપ તો છે પરંતુ એક જ હેંડ પંપમાં પાણી આવે છે. બીજો મોટો બોર છેપરંતુ વીજળી ન હોવાથી તે બંધ પડયો છે. ગામ લોકો માટે એક જ હેંડ પંપ હોય હંમેશા મોટી કતારો જ લાગેલી રહે છે. અનેક કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા પછી 2 બેડા પાણી નસીબ થાય છે. તેવી સ્થિતીમાં ગામમાં લગ્ન પ્રસંગ હોય અનેક લોકોનો જમણવાર કરવાનો હોય તો પાણી ક્યાંથી મળે.

ગામમાં લગ્ન હતા. વરરાજાએ વટથી ગામમાં જમણવારની તૈયારી તો કરી પણ પાણી ન હતું. માંડવે આવનાર મહેમાનો તરસ્યા રહે તેમ હતા.જેથી વરરાજાનો વટ ન જાય તે માટે ગામની મહિલાઓએ નિર્ધાર કર્યો કે વરરાજાને બીજુ કંઇક તો નહીં પરંતુ પાણીનું દાન આપી અને ઝાઝા હાથ રળિયામણા કહેવત સમી પાણીની વ્યવસ્થા થઇ.

છોટા ઉદ્દેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કૃષ્ણપુરા વસાહતની જ આ વાત નથી. અહીં દરેક ગામની આ પરિસ્થિતી છે. ત્યારે આ સ્થિતીમાં એવું જરૂરથી પૂછવું પડે. છોટા ઉદ્દેપુર જિલ્લાના લગભગ દરેક ગામોની આ સ્થિતી છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા આ વિસ્તારમાં પાણી પ્રાણ પ્રશ્ન બની ગયો છે ત્યારે એક ગામમાં વરરાજાને થયેલું પાણીનું દાન. ગુજરાતના દરેક લોકો માટે આંખ ઉઘાડનારુ છે કે જુઓ પાણીનું શું કિંમત છે. જો પાણી નહીં બચાવાય તો પાણી વિના ટળવળવું પડશે.

READ ALSO

Related posts

સચિન પાયલટનું મોટુ નિવેદન : 30 થી વધુ ધારાસભ્યો મારી સાથે, અલ્પમતમાં છે ગહેલોત સરકાર

Nilesh Jethva

આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, અહીંના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ મનુષ્યની ઉંમર વધારવાનો રસ્તો

Pravin Makwana

પંચમહાલ : પોલીસે સાત જીવતા કારતુસ અને ત્રણ પિસ્તોલ સાથે બે પરપ્રાંતિયોની ધરપકડ કરતા ખળભળાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!