GSTV
Home » News » જળ સંકટમાં અપનાવી જોઈએ આ પદ્ધતિ, કેલિફોર્નિયા પાસે આ બાબત શિખવા જેવી

જળ સંકટમાં અપનાવી જોઈએ આ પદ્ધતિ, કેલિફોર્નિયા પાસે આ બાબત શિખવા જેવી

પાણીની તંગી જેમ જેમ તીવ્ર બનતી જાય અને ઉપલબ્ધ વિકલ્પો ઉપરનું ભારણ એકદમ વધતું જાય ત્યારે અંતિમ ઉપાય તરીકે ખૂબ આકરો પાણી કાપ મૂકવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની ઓરેન્જ કાઉન્ટી વોટર ડિસ્ટ્રિક્ટના જનરલ મેનેજર માઇક માર્કસ કહે છે કે આ પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવું હોય તો પાણીના કુદરતી સ્રોત ઉપરાંત વૈકલ્પિક સંસાધનો ઊભા કરવા જ પડશે.

ત્રણ-ત્રણ વર્ષનો સતત દુષ્કાળ ‘વર્સ્ટ ડ્રાઉટ ઇન અ સેન્ચુરી’ એટલે કે સદીનો મહાભિષણ દુષ્કાળ પડ્યો જેને કારણે ગોલ્ડન સ્ટેટના બધાં જ જળાશયો અત્યાર સુધીની રેકર્ડબ્રેક નીચામાં નીચી સપાટીએ પહોંચી ગયાં છે. આને કારણે કૃષિને અસર થઈ હતી અને સ્થાનિક અર્થવ્યવસ્થા ખૂબ તકલીફમાં આવી ગઇ છે. કેટલાક નાના નાના વસવાટો પાસે તો પાણી બિલકુલ ખલાસ થઈ જવા આવ્યું છે.

આમ છતાં કેલિફોર્નિયા રાજ્યની ઓરેન્જ કાઉન્ટી વોટર ડિસ્ટ્રિક્ટમાં નકામા પાણીનું શુદ્ધિકરણ કરીને ઉપયોગલાયક બનાવવાની પ્રવૃત્તિ અભુતપૂર્વ ગતિએ આગળ વધી રહી છે.

આ ‘વેસ્ટ વોટર રિસાયકલ ફેસિલિટી’ વપરાયેલું પાણી અને ગંદવાડ એકઠો કરી તેને પ્રોસેસ કરે છે અને એટલું શુદ્ધ બનાવે છે કે એ પાણી પાછું પીવાના પાણીના પુરવઠા તરીકે ઉપયોગમાં લેવાય છે. અત્યારે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 7 કરોડ ગેલન એટલે કે 70 MGDથી વધુ વિકસાવીને 10 કરોડ ગેલન પ્રતિ દિવસ એટલે કે 100 MGD કરવામાં આવી છે.

આ સંખ્યા ગોલ્ડન કાઉન્ટી વોટર ડિસ્ટ્રિક્ટની કુલ વસતીના ત્રીજા ભાગ એટલે કે 8 લાખ 50 હજાર માણસોને માટે પૂરતી છે. પરંતું આ પાણી સાથે ભૂગર્ભજળ ભેળવવામાં આવે તો લગભગ 70 ટકા જેટલી વસ્તીને પાણી ઉપલબ્ધ કરવી શકાય એમ છે.

આખા કેલિફોર્નિયા એકલામાં જ રોજ 1.3 અબજ ગેલન જેટલું ગંદુ પાણી અને ગંદવાડ પેદા થાય છે. આ તમામ ચીજોને ત્રણ તબક્કાની ટ્રીટમેન્ટ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે.

RO, UV અને પાણી

પહેલા તબક્કામાં પ્રક્રિયા કરેલ પાણીને માઇક્રો ફિલ્ટરેશન થકી ઘન કચરાથી માંડી, તેલ તેમજ બેક્ટેરિયા જેવી અશુદ્ધિઓથી મુક્ત કરવામાં આવે છે. બીજા તબક્કામાં આ રીતે ફિલ્ટર કરેલું પાણી રિવર્સ ઓસ્મોસિસની પ્રક્રિયામાંથી પસાર થાય છે. એક અત્યંત સૂક્ષ્મ કાણાંવાળા પ્લાસ્ટિક મેમ્બ્રેનમાંથી પસાર કરવામાં આવે છે જેના કારણે વાયરસ તેમજ બેક્ટેરિયા અને ફાર્માસ્યુટિકલ રેસિડ્યુલ્સ જેવી અશુદ્ધિ દુર થાય છે. ત્રીજા તબક્કામાં આ પાણીને અલ્ટ્રાવાયોલેટ લાઇટ દ્વારા ટ્રીટમેન્ટ અપાય છે જેને કારણે બાકી રહેલી અશુદ્ધિઓ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ દુર થાય છે.

આ પાણી હવે શુદ્ધ થઈ ગયું છે પણ એને સીધા જ શુદ્ધ પાણીના સપ્લાય સાથે જોડવામાં આવતું નથી. એના માટેનાં ધારાધોરણો નક્કી કર્યાં હોય તે માટેની અત્યંત કડક ચકાસણીમાંથી પસાર થયા બાદ જ આ પાણીને શુદ્ધ પાણીના જથ્થા સાથે ભેળવાય છે. ત્યારબાદ એ પીવાના પાણી તરીકે પુરૂં પાડવામાં આવે છે.

આમ, પાણીના વપરાશ ઉપરાંત વેસ્ટ વૉટર અથવા સુએજમાંથી પીવાલાયક પાણી બનાવવું તેમજ બાયપ્રોડક્ટ ફ્યુઅલ/સ્ટીમનો ઉપયોગ કરી દરિયાના પાણીનું નિસ્યંદન કરી મીઠું પાણી બનાવવું શક્ય છે.

આમ વિશ્વ તેમજ ભારતે કેલિફોર્નિયા પાસેથી શિખામણ લઇને આવી રીતે પાણીનો બગાડ અટકાવવો જોઇએ તેમજ પાણીનુ રીસાયકલિંગ કરીને તેને ફરીથી પીવાલાયક બનાવવું જોઇએ.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખ જાહેર થતા જ સીએમ ફડનવીસે આપી આ પ્રતિક્રિયા

Arohi

‘કોંગ્રેસ ક્યાંય મેદાનમાં જ નથી’ ચારે બેઠકો જીતવાનો ભાજપના આ નેતાનો દાવો

Mayur

અમેરિકા જતા મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી, આ દેશમાં બે કલાક સુધી કર્યું રોકાણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!