GSTV
Home » News » જામનગરમાં જળ સમસ્યા બની વિકરાળ, જુઓ તો ખરા કઈ રીતે જીવી રહ્યા છે લોકો

જામનગરમાં જળ સમસ્યા બની વિકરાળ, જુઓ તો ખરા કઈ રીતે જીવી રહ્યા છે લોકો

જામનગર શહેર તથા જિલ્લા પર જળ સમસ્યા વિકરાળ બની છે. જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી અનિયમિત વરસાદના કારણે દુષ્કાળ જનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉનાળાના ધમ ધમતા તાપમાં જામનગર જિલ્લાના તમામ ડેમોના તળિયા દેખાઈ ગયા છે. જામનગરમાં પાણીની તંગી વર્તાઈ રહી છે અને ટેન્કર રાજ શરૂ થઇ ગયુ છે.

જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત 56 એમ.એલ.ડી.ની છે. જેમાથી હાલ નર્મદામાંથી 57.40 એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી 5.50 એમ.એલ.ડી. જ્યારે ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક બોર તેમજ કુવામાંથી 2.80 એમ.એલ.ડી. મળી કુલ 65.70 એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે. જ્યારે જિલ્લાની શહેરની કુલ જરૂરીયાત 118.20 એમ.એલ.ડી.ની છે.. તેમાંથી હાલ નર્મદામાંથી 59.10 એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી 70.90 એમ.એલ.ડી. મળી કુલ 130 એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવે છે. જ્યારે 21 ગામ અને 56 પરા વિસ્તારમાં 10 હજાર લીટરના કુલ 181 ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે.

જિલ્લાના મોટાભાગના મુખ્ય ડેમમાં પીવાના પાણીની યોજનાઓ છે. જે પૈકી સાસોઈ અને ઉંડ ડેમનું પાણી તળિયા જાટક થઈ ગયું છે. ફક્ત આજી 3 માં સૌની યોજના વડે પાણી ઠાલવવામાં આવ્યું હતું તેમા 375 એમસીએફટી પાણી વધ્યું છે.. જે 15 જૂનથી 20 જૂન સુધી ચાલી શકે તેટલું જ છે.

શહેરમાં ટેન્કર રાજ શરૂ થઈ ગયું છે. માણસ તો માણસ પરંતુ ઢોર ઢાંખર પણ રજડી રહ્યા છે. જેના કારણે પશુ પાલકો ડેમના નીચાણના વિસ્તારમાં સ્થળાંતર કરી રહ્યા છે. જો કે આવનારા સમયમાં તંત્ર દ્વારા પીવાના પાણી માટે શું વ્યવસ્થા કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

Read Also

Related posts

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva

આખાબોલા ભાજપી નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વિરૂદ્ધ અમદાવાદમાં બદનક્ષીની ફરિયાદ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!