GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

રૂસના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો, આ પદાર્થની અંદર જવાથી મરી શકે છે કોરોના વાયરસ !

કોરોના વાયરસથી બચવા માટે સાફ-સફાઈ રાખવા અને વારંવાર હાથ ધોવા માટે કહેવામાં આવી રહ્યુ છે. વાયરસના ફેલાવવાથી લઈને તેના સ્વરૂપ અને સંરચનાને લઈને ઘણા પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે રૂસના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ પાણીમાં પૂર્ણ રીતે ખતમ થઈ જાય છે. આ સ્ટડી સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેકનોલોજી વેક્ટર દ્વારા કરવામાં આવી છે.

સમુદ્ર અથવા તાજા પાણીમા વધતો નથી

સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, પાણી કોરોના વાયરસને 72 કલાકની અંદર લગભગ પૂર્ણ રીતે ખતમ કરી શકે છે. સ્ટડી પ્રમાણે વાયરસનું રૂપ સીધી રીતે પાણીના તાપમાન પર નિર્ભર કરે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, 90 ટકા વાયરસના કણ 24 કલાકમાં અને 99.9 ટકા કણ રૂમના સામાન્ય તાપમાન પર રાખેલ પાણીમાં મરી જાય છે. સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે, ઉકાળેલ પાણીના તાપમાન પર કોરોના વાયરસ પૂર્ણ રીતે અને તરત મરી જાય છે. જોકે, કેટલીક પરિસ્થિતમાં વાયરસ પાણીમાં રહી શકે છે, પરંતુ આ સમુદ્ર અથવા તાજા પાણીમા વધતો નથી.

સિરામિક સપાટી પર 48 કલાક સુધી સક્રિય

કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ, લિનોલિયમ, કાંચ, પ્લાસ્ટિક અમે સિરામિક સપાટી પર 48 કલાક સુધી સક્રિય રહે છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, વાયરસ એક જગ્યાએ ટકીને રહેતો નથી અને વધારે પડતા ઘરેલુ કીટાણુનાશક તેને ખતમ કરવામાં પ્રભાવી સાબિત થઈ રહ્યા છે.

કોન્સન્ટ્રેશનવાળા આલ્કોહોલની જરૂરિયાત

સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, 30 ટકા કોન્સન્ટ્રેશનના એથિલ અને આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ અડધી મિનિટમાં વાયરસના એક લાખ કણને મારી શકે છે. આ છેલ્લી સ્ટડીના તે દાવાઓને ખારીજ કરે છે જેમાં કહેવામાં આવ્યુ છે કે, વાયરસને ખતમ કરવા માટે 60 ટકાથી વધારે કોન્સન્ટ્રેશનવાળા આલ્કોહોલની જરૂરિયાત હોય છે.

વાયરસની વેક્સીન બનાવી લેવાનો દાવો

નવી સ્ડટી પ્રમાણે, સપાટીને કીટાણુમુક્ત કરવામાં ક્લોરીન પણ ખૂબ જ કારગર સાબિત થયુ છે. કોઈ ક્લોરીનથી ડિસઈંફેક્ટ કરવા પર Sars-CoV-2 30 સેકન્ડની અંદર પૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે. રૂસે કોરોના વાયરસની વેક્સીન બનાવી લેવાનો દાવો પણ કર્યો છે. ત્યાંની મીડિયા રીપોર્ટ પ્રમાણે ગેમાલેયા ઈંસ્ટીટ્યૂટ દ્વારા વિકસિત વેક્સીન 18 ઓગષ્ટ સુધી લોકોને ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

READ ALSO

Related posts

અમદાવાદની આ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નામે મીંડુ, હોસ્પિટલમાં આડેધડ છુટા તાર

Nilesh Jethva

RBIનો હવાલો આપતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી, દેશમાં આર્થિક મોરચે હજૂ પણ ખરાબ સમય આવી શકે છે !

Pravin Makwana

યુપી સરકારે કોરોના વાયરસને અટકાવવા લીધો મોટો નિર્ણય, દર્દીઓની સારવારમાં અપાશે આ દવા

Karan
Do NOT follow this link or you will be banned from the site!