કોરોનાને કારણે હાલ વર્તમાન સમયમા લોકોની નિયમિત જીવનશૈલી સાવ બદલાઈ ગઈ છે. હાલ લોકો સ્ક્રીન સામે વધુ પડતો સમય વિતાવતા થઇ ગયા છે. સ્માર્ટફોન યુઝ કરતા લોકો તેમના ડિવાઇસ સાથે હાલ આખા દિવસના ૪.૮ કલાક વિતાવી રહ્યા છે. આ સમય દરમિયાન લોકો સરેરાશ એક કલાક વિડિયો જોવામાં વિતાવે છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, કોરોનાના લોકડાઉન પછી મોબાઈલ યુઝ કરતા લોકોની સંખ્યા ૩૫ કરોડને પાર થઈ ગઈ છે. વર્ષ 2018 અને 2020 ની તુલનામાં વર્તમાન સમયમા મોબાઈલ યુઝ કરતા લોકોની સંખ્યામાં 24 ટકાનો વધારો થયો છે, જે ચીન કરતાં બમણો છે.
મેનેજમેન્ટ એડવાઇઝરી કંપની બેન એન્ડ કંપનીના તાજેતરના અહેવાલમાં ‘ઓનલાઇન વીડિયો ઇન ઇન્ડિયા – મેઇન એસ્પેક્ટ’માં ખુલાસો થયો છે કે, કોરોના સમયગાળામાં લોકડાઉન દરમિયાન લોકોએ પોતાનો સમય ઓનલાઇન વીડિયો જોઈને પસાર કર્યો હતો. લોકોના વીડિયો જોવામાં પસાર થતો સમય ૬૦ થી ૭૦ ટકા વધ્યો છે. એક અહેવાલ અનુસાર ભારતમાં આ આંકડા હજુ પણ ઝડપથી વધી શકે છે. ભારતમાં હાલ ઇન્ટરનેટ યુઝરમાંથી 60 ટકા જેટલા યુઝર આજે ઓનલાઇન વીડિયો જુએ છે, જ્યારે ચીનમાં આ આંકડો 90 ટકા કરતા પણ વધુ છે. ભારતમાં લગભગ 640 મિલિયન ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે, જેમાંથી લગભગ 55 કરોડ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.

લાંબા વીડિયો લોકોને વધુ ગમે છે. હાલ રિપોર્ટમાં એવા ખુલાસા થયા છે કે, ૩૫ થી ૪૦ કરોડ લોકોને લાંબા વીડિયો જોવાનું ખુબ જ ગમે છે. હાલ વીડિયો જોનારા લોકોની સંખ્યામાં પહેલા કરતા વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધીમાં તેમાં લગભગ દોઢ ગણો વધારો થયો છે. કોરોના લોકડાઉનના સમય દરમિયાન જોવા મળ્યું છે કે, લાંબા વિડિયોઝ જોતા લોકો દરરોજનો 2.5 કલાક જેટલો સમય વિડીયો જોવામા વિતાવે છે . આવા યુઝર્સ ૨૦૨૫ સુધીમાં ૫૦ કરોડથી વધીને ૬૫ કરોડ રૂપિયા થવાની ધારણા છે.

ટિકટોક આવ્યા પછી ભારતમાં નાના વીડિયોનું બજાર તેજીમાં આવ્યુ હતું પરંતુ, હાલ ચીનની આ એપ દેશમાંથી ચાલી ગઈ હોવા છતાં વીડિયોનો ક્રેઝ ઘટ્યો નથી પરંતુ, સતત વધી રહ્યો છે. નાના વીડિયો પ્લેટફોર્મ પર યુઝરની સંખ્યામાં ૩.૫ ગણો વધારો થઈ રહ્યો છે. લોકોના સમયમાં વધારો પણ બાર ગણો જોવા મળ્યો છે.
વર્ષ 2020 માં 20 કરોડથી પણ વધુ ભારતીયોએ કમ સે કમ એકવાર મોબાઈલમા વીડિયો સર્ચ કરીને જોયા હતા. હાલ એક એક્ટિવ યુઝર દરરોજના આ પ્લેટફોર્મ પર ૪૫ મિનિટ વિતાવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ગૂગલ, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ જેવી દિગ્ગજ કંપનીઓ નાના અને મોટા વિડિયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ ઉપરાંત લાંબા વીડિયો આપતી યુટ્યુબ પણ શોર્ટ વીડિયો માટે યુટ્યુબ શોટ્સ લઈને આવી છે. ત્યારે એ કહેવું ખોટું નહિ કે, ભારત ચીનને વિડીયો જોવામાં પછાડી રહ્યુ છે.
Read Also
- કરો કંકુના / રાજસ્થાનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના શાહી ઠાઠમાઠથી યોજાશે, લગ્ઝરી હોટલ- ગાડીઓ બુક
- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ
- અમદાવાદમાં ‘શુભ’મેન છવાયો / ગિલે ટી-20માં ફટકારી શાનદાર સદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
- Union Budget 2023 / રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટને આવકાર્યું, પણ સોની બજારમાં નિરાશા
- ‘ફિલ્પકાર્ટ પે લેટર’ સુવિધા શું છે ? જાણો તેનો ઉપયોગ ક્યારે કરી શકાય છે