GSTV

શું તમે પણ 4 કલાકથી વધુ TV જુઓ છો? જો હાં, તો સાવધાન થઇ જાવ, નવા રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા

Last Updated on July 23, 2021 by Zainul Ansari

જો તમે દિવસભરમાં 4 કલાકથી વધુ TV જુઓ છો, તો હવે સાવધાન થવાની જરૂર છે. કારણ કે 4 કલાકથી વધુ ટીવી જોવાથી નસકોરા (Snoring)નું જોખમ 78 ટકા સુધી વધી જાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધનકારોએ તેમના તાજેતરના રિસર્ચમાં આ દાવો કર્યો છે.

સંશોધનકારોએ 10થી 18 વર્ષના એવા 1,38,000 પર રિસર્ચ કર્યું હતુ. તેમનું સ્વાસ્થ્ય કેવું છે અને તેઓ કેટલું ફરે છે, તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સંશોધનથી બહાર આવ્યું છે કે એક જગ્યાએ બેસવાની ટેવ ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા તરફ દોરી શકે છે. આને કારણે નસકોરાનું જોખમ 78 ટકા સુધી વધે છે. સંશોધનકારોએ સલાહ આપી છે કે આવા લોકો કે જેઓ આખો દિવસ ઓફિસમાં બેસે છે, તેઓએ પણ વધુ એક્સરસાઇઝ કરીને આની ભરપાઈ કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે સ્લીમ એપ્નિયામાં શ્વાસ નળી રાત્રે સંપૂર્ણ બ્લોક થઇ જાય છે. આમ થવા પર સામાન્ય રીતે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. આ સ્થિતિ નસકોરામાં પરિવર્તિત થાય છે. જો સમય પર તેની સારવાર ન કરવામાં આવે, તો કેન્સર હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ અટેક, ગ્લૂકોમા, સ્ટ્રોક અને ટાઇપ-2 ડાયબિટીઝ થવાનું જોખમ વધુ જાય છે.

નિષ્ણાતો મુજબ વિશ્વભરમાં 30થી 69 વર્ષની ઉંમરમાં 100 કરોડ લોકોમાં સ્લીપ એપ્નિયાથી પીડિત છે. તેની જલદીથી સારવાર જરૂરી છે.

Read Also

Related posts

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Zainul Ansari

Farmer cultivates the Bamboo : 25 રૂપિયાનો છોડ લગાવી કરી શરૂઆત, હવે કમાય છે લાખો રૂપિયા; જાણો સંપૂર્ણ બિઝનેસ પ્લાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!