GSTV

તહેવારોમાં ફાફડા-જલેબી અને મીઠાઈ ખાતા પહેલા આ વીડિયો જુઓ

Last Updated on October 17, 2018 by

વિજયા દશમી પર લોકો ફાફડા- જલેબી આરોગે તે પહેલા જામનગરમાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને આજે સતત બીજા દિવસે ચેકિંગ હાથ ધરાયું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં પહોંચીને વિવિધ ફુડ પ્રોડક્ટના નમુના લઈ રહ્યા છે.

વિજયા દશમી પર અમદાવાદીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેલી ખાઈ જાય તે પહેલા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને શહેરમાં ફાફડા-જલેબી બનાવતા એકમો, ફરસાઈ અને મીઠાઈની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રહલાદનગરના સૌરાષ્ટ્ર સ્વીટ માર્ટમાં દરોડા દરમિયાન અત્યંત ખરાબ હાલતમાં ખાદ્ય સામગ્રી બનતી હતી.

તો પંચમહાલ-ગોધરામાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. તહેવારને ઘ્યાનમાં રાખીને લોકોના આરોગ્યને ધ્યાનમાં લેતા ગોધરામાં આવેલી ફરસાણની લારીઓ તથા ફરસાણની દુકાનોમાં તપાસ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. આરોગ્ય વિભાગે વિવિધ ફરસાણની દુકાનોમાંથી તેલ માવા તેમજ તૈયાર નાસ્તા સહીતના સેમ્પલ લેવામાં આવ્યા. અચાનક આરોગ્ય વિભાગના દરોડાના પગલે ભેળસેળીયા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો હતો.

ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં મહાપાલિકાની ટીમે આરોગ્ય વિભાગની ટીમે પણ શહેરમાં ફાફડા-જલેબીની દુકાનો પર તપાસ શરૂ કરી છે. દશેરા પર લોકો લાખો રૂપિયાના ફાફડા જલેબી ઝાપટી જશે. તે પહેલા નિઝામપુર, ગોત્રી, સયાજી ગંજ સહિતના વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે.

સુરતમાં પણ દશેરા પહેલા આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. અને ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. અને જલેબી-ફાફડાના સેમ્પલો લેવામાં આવ્યા. અડાજણ વિસ્તારમાં આવેલી સુરતી ખમણ એન્ડ હાઉસની દુકાનમાં પણ આરોગ્ય વિભાગની ટીમ પહોંચી. અને ફુડ સેમ્પલ મેળવીને ભુજની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયા છે.

શહેરના રાંદેર, અઠવા અને કતારગામમાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. અને ખુલ્લામાં રાખવામાં આવેલી સામગ્રી રાખતી સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. સુરતમાં સુરત આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

સુરતમાં અડાજણ સ્થિત આવેલી સુરતી એન્ડ ખમણ હાઉસમાં આરોગ્યની ટીમે ધામા નાખી તપાસ તો કરી,પરંતુ આ તપાસ ફક્ત બતાવવા પૂરતી કરવામાં આવી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું હતું. અહીં ફાફડા- જલેબી બનાવવા ઉપયોગમાં લેવાયેલ તેલની અને ઘીની પણ તપાસ કરવામાં આવી ન હતી. એટલું જ નહીં સુરતીઓનું મનપસંદ લોચો, જેમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તે પાણી પણ ખુલ્લામાં અને કચરાયુક્ત જોવા મળ્યું.  આરોગ્ય વિભાગની આંખ આડા કાનની નીતિની પોલ પણ ઉઘાડી પાડે છે.

Related posts

સંસ્કારીનગરી થઇ શર્મસાર / વાઘોડિયા વિસ્તાર માંથી ઝડપાયું કુટણખાનું, PCBએ શરૂ કરી તાપસ

Pritesh Mehta

કાર્યવાહી / આતંકવાદને પાલન-પોષણ આપવાની ઇમરાન ખાનને મળી સજા, FATFની ગ્રે લિસ્ટમાં યથાવત પાકિસ્તાન

Zainul Ansari

વાઇરલ વિડીયો / રિંછે અનોખી રીતે ખાધુ કોળુ, સોશિયલ મીડિયામાં છવાઈ ગયો વીડિયો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!