હું મારી પત્નીને ફિલ્મ જોવા લઈ જાઉ તો મારા બાળકોની સંભાળ રાખજે, પંતની ઉડાવાઈ મજાક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ટેસ્ટના ચોથા દિવસે પણ મેદાન પર બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે શાબ્દિક યુધ્ધ જોવા મળ્યુ હતુ. અત્યાર સુધી સ્ટમ્પ પાછળથી ભારતીય બેટ્સમેનો પર કોમેન્ટ કરનાર ઓસી કેપ્ટન ટીમ પેન આ વખતે ભારતીય વિકેટ કીપર ઋષભ પંતનો ટાર્ગેટ બન્યો હતો.

હવે સ્પેશ્યલ ગેસ્ટ મેદાન પર છે

પંતે ટીમ પેન બેટિંગમાં આવતા જ આગવા અંદાજમાં મયંક અગ્રવાલને સંબોધીને કહ્યુ હતુ કે હવે સ્પેશ્યલ ગેસ્ટ મેદાન પર છે. કમઓન મયંક,…તે સાંભળ્યુ છે ક્યારેય ટેમ્પરરી કેપ્ટન અંગે… એ પછી પંતે જાડેજાને સંબોધીને કહ્યું હતુ કે જાડેજા તારે પેનને આઉટ કરવા માટે વધારે કશું કરવાની જરૂર નહી પડે. પંતનો અવાજ સ્ટમ્પ માઈકમાં કેદ થયો હતો અને દર્શકોને પણ ટીવી પર સંભળાયો હતો. એ પછી ફિલ્ડ અમ્પાયરે ઋષભ પંત સાથે વાત કરી હતી.બાદમાં પંતના તેવર ઢીલા પડ્યા હતા.

પંતને હરિકેન્સ હોબર્ટની ટીમમાં સામેલ કરી લેવો જોઈએ

ઉલ્લેખનીય છે કે પંત બેટિંગ કરવા આવ્યો ત્યારે પેને તેના પર આ જ પ્રકારની કોમેન્ટ ગઈકાલે કરી હતી. પેને પંતને કહ્યુ હતુ કે વન ડે માટે તો ભારતીય ટીમમાં ધોની આવી ગયો છે. પંતને હરિકેન્સ હોબર્ટની ટીમમાં સામેલ કરી લેવો જોઈએ. પંત તને એ બહાને ઓસ્ટ્રેલિયામાં હોલિડેની તક મળી જશે. તને એક વોટર ફ્રન્ટ એપાર્ટમેન્ટ રહેવા માટે આપી દઈશું. પંત તુ એક કામ કરજે, હું મારી પત્નીને ફિલ્મ જોવા લઈ જવુ તો મારા બાળકોની સંભાળ રાખજે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter