GSTV
Home » News » કોંગ્રેસ પાર્ટીએ ભાંગરો વાટ્યો, પ્રિયંકા ગાંધી ઝિંદાબાદની જગ્યાએ પ્રિયંકા ચોપરા ઝિંદાબાદના નારા લગાવ્યા

કોંગ્રેસ પાર્ટીએ ભાંગરો વાટ્યો, પ્રિયંકા ગાંધી ઝિંદાબાદની જગ્યાએ પ્રિયંકા ચોપરા ઝિંદાબાદના નારા લગાવ્યા

સોશિયલ મીડિયા પર એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા ઝિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યાં છે. આ વીડિયો કોંગ્રેસ પાર્ટીની એક જનસભાનો છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર કુમારનો ઉલ્લેખ છે, સાથે જ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ સુભાષ ચોપરા પણ વીડિયોમાં નજરે પડે છે.

22 સેકન્ડના આ વીડિયોમાં સૂત્રોચ્ચાર કરી રહેલાં શખ્સ સોનિયા ગાંધી જિંદાબાદ,… કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ… રાહુલ ગાંધી જિંદાબાદ અને તે બાદ ભૂલથી પ્રિયંકા ચોપડા જિંદાબાદનો નારો લગાવે છે. જો કે તે તરત જ સોરી કહીને પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી ઝિંદાબાદ કહે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ટ્વિટર યુઝર્સ મજાક કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

ચાલીસ વર્ષ જૂનુ હનુમાનજીનું મદિર ફક્ત ચાલીસ મિનિટમાં તોડી પડાતા મામલો તંગ બન્યો

Nilesh Jethva

સરકાર એર ઈન્ડિયાની 100% હિસ્સેદારી વેચશે, કેન્દ્રીય મંત્રી હરદીર સિંહ પૂરીનું નિવેદન

pratik shah

બાંગ્લાદેશના વિદેશ પ્રધાને રદ કર્યો ભારતનો પ્રવાસ, કાઢ્યું આ બહાનું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!