રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મુંબઈ સ્થિત પંજાબ એન્ડ઼઼ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેંક(પીએમસી) બેંકના થાપણદારો પર તેમના ખાતામાંથી ઉપાડ કરવા પર અંકુશો લાદી દીધા છે. રિઝર્વ બેંકના આદેશ મુજબ થાપણદારો હવે તેમના દરેક બચત બેંક ખાતા અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ થાપણ ખાતામાં કોઈપણ નામના ખાતામાંથી કુલ થાપણના રૂ.1000 એટલે કે એક હજારથી વધુ રકમનો ઉપાડ નહીં કરી શકે.
પીએમસી બેંકનું લાઈસન્સ રદ થયું એવું નથી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અલબત એ જણાવ્યું છે કે, થાપણ ઉપાડ પર અંકુશો એટલે પીએમસી બેંકનું લાઈસન્સ રદ થયું એવું નથી. પીએમસી તેનો બેંકિંગ બિઝનેસ નવા આદેશો કે નોટીસ સુધી અંકુશો સાથે ચાલુ રાખી શકશે. સંજોગો પ્રમાણે રિઝર્વ બેંક તેમના આદેશોમાં બદલાવ કરી શકે છે. આ અંકુશો 23, સપ્ટેમ્બરના બેંકનો બિઝનેસ બંધ થયાથી છ મહિના માટે રહેશે.

રિઝર્વ બેંકના આદેશો મુજબ શહેરી સહકારી બેંક પીએમસી બેંક હવે કોઈપણ લોનો કે ધિરાણો આપી શકશે નહીં કે રીન્યુ નહીં કરી શકે અને કોઈપણ ફંડનું બોરોઈંગ અથવા નવી થાપણો સ્વિકારી નહીં શકે અને કોઈપણ ચૂકવણી કરી નહીં શકે અને આ કોઈપણ ચૂકવણી કરવાની મંજૂરીઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગોતરી પરવાની વિના નહીં આપી શકે.
બિઝનેસ કરવા પર પ્રતિબંધ મુકાયો
માહિતી સામે આવ્યા બાદ મુંબઈમાં બેંકની સામે ગ્રાહકોએ ભારે હંગામો શરુ કરી દીધો છે. રિઝર્વ બેન્ક દ્વારા અપાયેલા આદેશ પ્રમાણે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્ક પર બેન્કિંગ રેગ્યુલેશનની કલમ 35 એ હેઠળ નવી લોન આપવા માટે અને બિઝનેસ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. બેન્કે કોઈ પણ લેવડ દેડવ માટે પહેલા આરબીઆઈની લેખિત મંજૂરી લેવી પડશે. બેન્ક પોતાની મરજીથી કોઈ જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ પણ કરી નહી શકે. જોકે કર્મચારીઓની સેલેરી જેવી અત્યંત જરુરી બાબતોમાં બેન્કને છુટછાટ આપવામાં આવી છે.

બેન્કની તમામ લેવડ દેવડ પર રિઝર્વ બેન્ક નજર રાખવાની છે. જેની અસર બેન્કના ખાતેદારો પર પણ પડવાની છે. બેન્કના ખાતેદારો પોતાના સેવિંગ, કરંટ કે બીજા કોઈ પણ ડિપોઝીટ એકાઉન્ટમાંથી 1000 રુપિયાથી વધારે રકમ ઉપાડી નહીં શકે. 31 માર્ચ 2019ના રોડ બેન્કની કૂલ થાપણ રૂપિયા 11,617.34 કરોડ હતી અને એડવાન્સ રૂપિયા 8,383.33 કરોડ હતા.
- લ્યો બોલો / ગુજરાતના આ જિલ્લા પર આ વ્યક્તિએ ઠોકી પોતાની માલિકી, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
- અપકમિંગ ફિલ્મ ડોક્ટર જી / આયુષ્યમાન આગામી ફિલ્મમાં સ્ત્રીરોગ વિશેષજ્ઞાનું પાત્ર નિભાવશે, બીજા આ કલાકારો હશે ફિલ્મમાં
- રેખાની ભાણીને જોઈ ઉડી ગયા ચાહકોના હોશ, રેખાની કોપી દેખાય છે ડો. પ્રિયા સેલ્વરાજ
- ફિલ્મ Liger માટે ન્યૂડ થયો વિજય દેવરકોંડા, પોસ્ટર જોઈ લોકોને આવી PKની યાદ
- આસામના સિલચરમાં બરાક ડેમ તોડવાના આરોપમાં એકની ધરપકડ