GSTV
Home » News » ઇશા અંબાણીની સગાઈનો જુઅો VIDEO, ઇટલીમાં ફૂલોનો થઈ રહ્યો છે વરસાદ

ઇશા અંબાણીની સગાઈનો જુઅો VIDEO, ઇટલીમાં ફૂલોનો થઈ રહ્યો છે વરસાદ

ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈનું આયોજન ઈટલીમાં કરવામાં આવ્યું છે. અહીં તેમની સગાઇનું ગ્રાન્ડ સેલિબ્રેશન થઈ રહ્યું છે. જેમાં અંબાણી અને પીરામલ પરિવારનાં નજીકનાં મહેમાનો જોડાયા છે. આ જ વર્ષે આનંદે ઇશાને મહારાષ્ટ્રના મહાબલેશ્વરમાં પ્રપોઝ કર્યુ હતું. મેમાં એક અંગત સમારોહમાં બંને પરિવારોની હાજરમાં સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું. અા કાર્યક્રમમાં બોલિવૂડના અનેક સિતારાઅો હાજર છે. જેમાં  પ્રિયંકા ચોપડા, નિક જોનાસ, અનિલ કપૂર, જૂહી ચાવલા, સોનમ કપૂર, અાનંદ અાહુજા અહીં પહોંચ્યા છે. અા ખાનગી સગાઇનો અેક વીડિયો બહાર અાવ્યો છે. જેમાં ઇશા અંબાની અને અાનંદ પીરામલ સ્ટેજ પર ઉભા છે અને ઇશા અને અાનંદ ખૂબસુરત ઝીલ જોઈ રહ્યાં છે. અા સગાઈના કાર્યક્રમ દરમિયાન તેમની પર ગુલાબના ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે. સગાઈની તમામ રસમો ઇટલીના લેક કોમો લોમ્બાર્ડીમાં થઈ રહી છે. અંબાણી પરિવાર માટે અા સૌથી મોટો પ્રસંગ છે.

તમે અા વીડિયો જોઈ શકો છો….

ક્યાં થઈ સગાઇ

 

એન્ગેજમેન્ટ સેરેમની 3 દિવસ સુધી ભારતથી દૂર ઈટલીનાં Lake Comoમાં ચાલશે. આ એ જગ્યા છે, જે હોલિવુડ સેલિબ્રિટીઝની પણ મનપસંદ જગ્યાઓમાં સામેલ છે.

ત્રણ દિવસ સુધી કેવી રીતે થશે સેલિબ્રેશન

21 સપ્ટેમ્બરઃ

અંબાણી પરિવાર ભવ્ય હોટેલ્સમાં મહેમાનોનું સ્વાગત કરશે. સાંજે 5 વાગ્યાથી Lake Comoનાં Villa Balbinoમાં મહેમાનો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. વેલકમ લંચને ‘Benvenuti A Como’ નામ આપવામાં આવ્યું છે, તેનો મતલબ થાય છે કોમોમાં સ્વાગત છે. ડિનરને ‘Amore E Bellezza’ નામ આપવામાં આવ્યું છે, જેનો મતલબ થાય છે લવ એન્ડ બ્યૂટી.

22 સપ્ટેમ્બરઃ

ઈટલીમાં સગાઈની સેરેમની બાદ બીજા દિવસે જલસો શરૂ થશે. શનિવારની સાંજે બધા જ મહેમાન Villa Olmoમાં ડિનર ડાન્સ માટે પહોંચશે. ઈવેન્ટને ‘Fiera Bella Italia’, જેને અંગ્રેજીમાં ‘Beautiful Fair Italy’ કહેવાય છે. સાંજે થનારા ડાન્સ અને ડિનરને ‘Italianissimo’ નામ આપવામાં આવ્યું છે, જેને અંગ્રેજીમાં that is ‘Truly Italian’ કહેવાય છે.

23 સપ્ટેમ્બરઃ

રવિવારે Duomo di Como અને Teatro Sociale Comowillમાં મહેમાનો માટે લંચની વ્યવસ્થા હશે. ફેરવેલને ‘Arrivederci Como’ નામ આપવામાં આવ્યું છે, જેનો મતલબ થાય છે ‘Good bye Como’.

કોણ છે આનંદ પિરામલ

ઉલ્લેખનીય છે કે પીરામલ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ છે. હાલ તે પીરામલ એન્ટરપ્રાઈઝનો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ થયા બાદ તેણે બે સ્ટાર્ટઅપ્સ શરૂ કર્યા હતા. પહેલો હેલ્થકેર સ્ટાર્ટઅપ હતો, જેનું નામ પીરામલ ઈ-સ્વાસ્થ્ય હતું. તેનું બીજું સ્ટાર્ટઅપ રિયલ એસ્ટેટનું હતું, જેનું નામ પીરામલ રિયલ્ટી હતું. હવે બંને પીરામલ એન્ટરપ્રાઈઝનો ભાગ છે. સાથે જ ઇશા રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના બોર્ડમાં સામેલ છે.

21 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી સેરેમનીનું આયોજન.  શુક્રવારથી શરૂ થનારી સેલીબ્રેશન સેરેમની રવિવાર સુધી ચાલશે. રવિવારે ફેરવેલ લન્ચ સાથે સેરેમની પૂર્ણ થશે. આમ તો આ સ્થળ હોલિવૂડની સેલિબ્રિટીસનું ફેવરેટ છે. ત્રણ દિવસ સુધી અહીં સેન્ગેજમેન્ટ સેરેમની સહિતની ઈવેન્ટ યોજાશે. જેમાં લંચ અને ડિનરથી માંડી ડાન્સ સેરેમની પણ સામેલ છે.

આમ તો આનંદ અને ઈશા લાંબા સમયથી ફ્રેન્ડ છે. બંને પરિવાર એક-બીજાને છેલ્લા ચાર દાયકાથી ઓળખે છે. આનંદ પીરામલે ઈશા અંબાણીને મહારાષ્ટ્રના હીલ સ્ટેશન મહાબલેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. જ્યારે કે મે મહિનામાં યોજાયેલા સેલીબ્રેશનમાં બંને પરિવાર હાજર રહ્યા હતા. જૂનમાં ઈશાના જોડીયા ભાઈ આકાશની સગાઈ શ્લોકા મહેતા સાથે થઈ હતી. જે બાદ મુંબઈમાં અંબાણીના ઘર એન્ટીલીયામાં શાનદાર પાર્ટી યોજાઈ હતી. જેમાં બોલિવૂડ, રાજનીતિ અને ઉદ્યોગ જગતની ખ્યાતનામ હસ્તીઓ હાજર રહી હતી.

Related posts

દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવા કેજરીવાલે આપ્યું આ ગેરંટી કાર્ડ, 10 વચનોનું કરશે પાલન

Mayur

ચીનને જડબાતોડ જવાબ આપવા સેનાની તૈયારી : સુખોઈની બ્રહ્મોસ મિસાઈલ સાથેની એક સ્કવૉડ્રન આ રાજ્યમાં તૈનાત થશે

Mayur

પીએમ મોદીની પાઠશાળા : પારકી મા જ કાન વિંધે, 25 દેશોના 15 કરોડ છાત્રો સાથે મોદીની પરીક્ષા પે ચર્ચા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!