GSTV
Trending Videos Viral Videos

હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક હેરાન કરવાવાળો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ઘણા લોકોની ચીંસ નીકળી ગઈ છે. વાયરલ ક્લિપ પાર્ટી ફંક્શનની છે. જેમાં એક વ્યક્તિ પોતાના માસૂમ પુત્રને લોડેડ ગન આપતો જોવા મળે છે. આ વ્યક્તિને ખ્યાલ નહોતો કે બીજી જ ક્ષણે ગોળી નીકળીને સીધી તેના પેટમાં વાગી જશે. રુવાડા ઉભા કરી દેવાવાળા આ વીડિયો જોઈને લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં ખુરશી પર બેઠેલો એક વ્યક્તિ ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. તેની બાજુમાં એક માસૂમ પણ હાજર છે. આ દરમિયાન, વ્યક્તિ વારંવાર બંદૂક લોડ કરે છે અને હવામાં ફાયરિંગ કરે છે. પછી ખબર નહી તે એવુ તે શું વિચારે છે અને તે બાળકના હાથમાં લોડેડ બંદૂક સોંપી દે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક ગન સાથે રમવાનું શરૂ કરે છે અને અચાનક ટ્રિગરને હાથ અડતા જ તેમાંથી ગોળી નીકળી જાય છે, જે સીધી વ્યક્તિના પેટમાં વાગી હતી. જો કે, આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ આ ક્લિપ લોકોને ડરાવી રહી છે.

આ શોકિંગ વીડિયો ટ્વિટર પર @cctvidiots નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે હેરાન થતા લખ્યું છે કે, પાર્ટી દરમિયાન એક વ્યક્તિએ બાળકને લોડેડ ગન આપી, જુઓ પછી શું થયું? સેંકડો લોકોએ તેના પર પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે દાવો કર્યો કે આ વીડિયો સીરિયાનો છે અને આ ઘટના 2008-10ની વચ્ચે બની હતી. યુઝરનું કહેવું છે કે તે એ જ રાજ્યમાં રહેતો હતો જ્યારે આ ઘટના બની હતી.

READ ALSO

Related posts

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu
GSTV