GSTV

Netflixના ચાહકો આનંદો! ભારતમાં આટલા દિવસ માટે નેટફ્લિક્સ Free, કંપનીએ કર્યુ આ એલાન

netflix

Netflixએ ભારતમાં બે દિવસો સુધી પોતાની સર્વિસ ફ્રી આપવાનુ એલાન કર્યુ છે. કંપનીએ કહ્યું કે આ Netflix StreamFest અંતર્ગત કરવામાં આવી રહ્યુ છે. Netflixના આ સ્ટ્રીમ ફેસ્ટ દરમિયાન ભારતમાં કોઇપણ Netflixના પ્રીમિયમ કંટેન્ટને જોઇ શકે છે. તેના માટે કોઇ ચાર્જ ચુકવવાનો નથી. જો કે તેના માટે તમારી ઇમેલ આઇડી અથવા નંબર દ્વારા સાઇન ઇન-સાઇન અપ કરવાનુ છે.

Netflix અનુસાર બે દિવસ સુધી તમામ યુઝર્સ પાસે Netflixના તે તમામ ફીચર્સનુ એક્સેસ હશે જે હાલ પ્રીમિયમ યુઝર્સને આપવામાં આવે છે. સાઇન અપ કરવા માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ડીટેલ્સ પણ રજીસ્ટર નહી કરવી પડે.

Netflix પર Freeમાં જુઓ પ્રીમિયમ કંટેન્ટ

netflix

Netflix સ્ટ્રીમફેસ્ટ અંતર્ગત ફ્રી Netflix જોવા માટે netflix.com/streamfest પર વિઝિટ કરી શકો છો. એન્ડ્રોયડ એપ પણ ડાઉનલોડ કરીને સાઇન ઇન અથવા પહેલાથી એકાઉન્ટ ન હોય તો સાઇન અપ કરી શકો છો.

આજથી Netflix.co,/streamfest પર જઇને રિમાઇન્ડર સેટ કરી શકો છો, જેથી જેવુ તે લાઇવ થાય તમે ફ્રી Netflix જોઇ શકો છો. કંપનીએ કહ્યું કે જે પણ લોકો સ્ટ્રીમ ફેસ્ટ દરમિયાન સાઇન ઇન કરશે તે સ્ટાન્ડર્ડ ડેફિનેશનના કંટેટને જ જોઇ શકશે.

સ્માર્ટફોનથી લઇને ટીવી દરેક જગ્યાએ જુઓ Netflixનું કંટેન્ટ

netflix

કંપનીએ કહ્યું કે Netflix એકાઉન્ટથી સ્માર્ટફોન, ટીવી, આઇઓએસ ડિવાઇસ, ગેમિંગ કંસોલ દરેક જગ્યાએ કંટેન્ટ જોઇ શકશો. આ સ્માર્ટફોનથી ટીવીમાં કાસ્ટ પણ કરી શકાશે.

ભારતમાં Netflix ફ્રી 5 ડિસેમ્બર 12.01 AMથી થશે અને તે 6 ડિસેમ્બરની રાતે 11.59 વાગ્યા સુધી ચાલશે.

કંપનીએ કહ્યું કે જો સ્ટ્રીમ ફેસ્ટ દરમિયાન વ્યુઅર્સની સંખ્યા લિમિટ કરવામાં આવશે. તેથી જો તમે આ દરમિયાન StreamFest is at capacityનો મેસેજ દેખાય તો તમને તે જણાવશે કે તમે ક્યારથી સ્ટ્રીમીંગ શરૂ કરી શકો છો.

Read Also

Related posts

સમગ્ર વિશ્વને એસ્ટેરોઇડ્સ અને એલિયન્સની ખબર આપતું દુનિયાની સૌથી પાવરફૂલ ટેલિસ્કોપ ધરાશાયી

Nilesh Jethva

અમેરિકામાં નવી સરકારની રચના બાદ બિઝનેસમાં ફાયદો થવાની ચીનની આશા પર ફરી વળ્યું પાણી

Nilesh Jethva

હવે તમને લાગેલા લોટરીના રૂપિયા પર પણ લાગશે જીએસટી, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!