GSTV
Home » News » ઉંમર 41 વર્ષ, 9 ડબલ સેન્ચુરી, 2 ટ્રીપલ સેન્ચુરી, 19,000 રન છતા કોઈ ભાવ નથી પૂછતું

ઉંમર 41 વર્ષ, 9 ડબલ સેન્ચુરી, 2 ટ્રીપલ સેન્ચુરી, 19,000 રન છતા કોઈ ભાવ નથી પૂછતું

આવતા મહિને ફેબ્રુઆરીમાં આ ક્રિકેટરને 41 વર્ષ થશે. પાછલા 23 વર્ષથી તે ક્રિકેટ રમી રહ્યો છે. એ પણ કોઈ પ્રકારની પ્રસિદ્ધી વિના. આ ખેલાડી એવા મેચ રમી રહ્યો છે જ્યાં કોઈ મીડિયા કવરેજ માટે પણ નથી જતુ. એ ખેલાડીનું નામ છે વસીમ જાફર. વસીમ જાફર ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 31 ટેસ્ટ અને 2 વનડે મેચ રમી ચૂક્યો છે.

હાલમાં જ વસીમ જાફરે વિદર્ભ તરફથી રણજી મેચ રમતા ક્વાર્ટરફાઈનલમાં ઉત્તરાખંડ સામે ડબલ સેન્ચુરી ફટકારી દીધી. નાગપૂરમાં રમાઈ રહેલી આ મેચમાં વસીમ જાફરે 296 બોલમાં 206 રન ફટકારી દીધા. એટલે કે વનડે સ્ટાઈલમાં ડબલ સેન્ચુરી ફટકારી દીધી. ઉપરથી બીજી વિકેટ માટે 304 રનની પાર્ટનરશિપ પણ કરી લીધી.

પણ આશ્ચર્યની વાત એ છે કે જાફરની આ નવમી ડબલ સેન્ચુરી હતી. પોતાના ક્રિકેટ કરિયરમાં જાફર 350 મેચ રમી ચૂક્યો છે. અને બે વખત ટ્રીપલ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. બે ડબલ સેન્ચુરી તેણે ભારત માટે રમતી વખતે ફટકારી હતી. તેના નામે હવે 56 સેન્ચુરી અને 88 હાફ સેન્ચુરી બોલી રહી છે.

જાફરની બેટીંગ અટકવાનું નામ નથી લઈ રહી. અને આજ કારણે જાફર એશિયાના એવા ખેલાડી બની ચૂક્યા છે કે જેણે 40ની ઉંમર વટાવી હોય અને ડબલ સેન્ચુરી ફટકારી દીધી હોય. 2008માં તેણે ભારત માટે છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી રહી હતી ત્યારથી વસીમ જાફર ડોમેસ્ટીક મેચ અને રણજી મેચ રમી રહ્યો છે. 2018-19ની રણજી સિઝનમાં જાફરે 969 રન બનાવ્યા હતા. જેમાં 4 સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી હતી. સાથે જ જાફરે ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં 19,000થી વધારે રન ફટકાર્યા છે. આ કારનામો કરનારો તે સુનીલ ગાવસ્કર, સચિન તેડુલકર, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ પછીનો પાંચમો ખેલાડી છે.

READ ALSO

Related posts

મોદી સિવાય વારાણસીથી ભાજપના વધુ એક ઉમેદવારે ભર્યુ ફોર્મ, જાણો કારણ

Mansi Patel

ક્યુબન ગર્લ એના ડે અર્માસ ,ડેનિયલ ક્રેગની આગામી બોન્ડ ગર્લ હશે

Path Shah

આ છે દુનિયાનો અનોખો દેશ, જ્યાં લગ્ન કરવા માટે ચોરી કરવી પડે છે બીજાની પત્ની

Nilesh Jethva