GSTV
Cricket Sports Trending

ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમ 18 ઓગસ્ટથી ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે. આ માટે ટીમ ઈન્ડિયાની કમાન કેએલ રાહુલના હાથમાં છે. ઝિમ્બાબ્વે પ્રવાસ પહેલા જ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની આ શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ ખભાની ઈજાને કારણે તે શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વોશિંગ્ટન સુંદરની બદલીની જાહેરાત કરી છે. હવે તેની જગ્યાએ એક સ્ટાર ખેલાડી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે. આ ખેલાડી માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલવામાં માહિર છે.

પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં વોશિંગ્ટન સુંદરના સ્થાને શાહબાઝ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુંદરને ઈંગ્લેન્ડમાં કાઉન્ટી મેચ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી. શાહબાઝે ઘરેલુ ક્રિકેટમાં સારો દેખાવ કર્યો છે. આ સાથે જ તેણે આઈપીએલમાં પણ પોતાની ચમક ફેલાવી છે. શાહબાઝ અહેમદને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. આ તેમના માટે એક સપનું પૂરું થવાથી ઓછું નથી.

કેએલ રાહુલ લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી

આ પ્રવાસ માટે પહેલા શિખર ધવનને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી, પરંતુ પછી કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો હતો અને તેની ટીમમાં વાપસી થઈ હતી અને તેને કેપ્ટનશિપ પણ સોંપવામાં આવી હતી. રોહિત શર્મા, ઋષભ પંત, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ આ પ્રવાસ પર ગયા નથી. કેએલ રાહુલ લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે. રાહુલે આ વર્ષે ફેબ્રુઆરીથી એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.

આઈપીએલમાં સારા પ્રદર્શનનું ફળ

શાહબાઝ અહેમદે આઈપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનું પરિણામ તેને હવે મળી રહ્યું છે. શાહબાઝ અહેમદે IPL 2022માં RCB માટે 16 મેચ રમી હતી, જેમાં તેણે ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે આ 16 મેચમાં 219 રન બનાવ્યા હતા. અહેમદે 27.38ની એવરેજથી આ રન બનાવ્યા અને તેનો સ્ટ્રાઈક રેટ 120.99 છે. શાહબાઝ અહેમદ કિલર બોલિંગ અને બેટિંગમાં નિષ્ણાત છે.

ઝિમ્બાવ્બે સામે ભારતીય ટીમ

કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિધ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, શાહબાઝ અહેમદ.

Related posts

ઉત્તરાખંડમાં દિલ્હીના જોઈન્ટ સેક્રેટરીએ સગીર છોકરીની કરી છેડતી, આરોપીની પોલીસે કરી લીધી ધરપકડ

HARSHAD PATEL

બે લોકોએ મળીને ક્રાઉડ ફંડિંગની મદદથી ખરીદ્યો એક દેશ, આ રીતે તમે પણ મેળવી શકો છો નાગરિકતા

Hemal Vegda

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL
GSTV