GSTV
Home » News » મારા સપનામાં અાવ્યા ભગવાન રામ, અયોધ્યાની હાલત જોઈને રડી પડ્યા

મારા સપનામાં અાવ્યા ભગવાન રામ, અયોધ્યાની હાલત જોઈને રડી પડ્યા

શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવી સતત અયોધ્યામાં રામ મંદિર બનાવવાની તરફેણમાં નિવેદનો આપી રહ્યા છે. હવે રીઝવીએ કહ્યુ છે કે મારા સપનામાં ભગવાન શ્રીરામને મેં જોયા હતા અને તેઓ અયોધ્યામાં રામ મંદિરની હાલત જોઈને રડી રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ભારતના કટ્ટરવાદી મુસ્લિમો પાકિસ્તાનના ધ્વજને ઈસ્લામનો ધ્વજ  બતાવીને તેની સાથે પ્રેમ કરવાને પોતાની ફરજ સમજે છે અને આ કટ્ટરવાદી મુસ્લિમોએ શ્રીરામ જન્મભૂમિ પર પોતાનો પંજો જમાવી રાખ્યો છે. અયોધ્યા ભગવાન શ્રીરામનુ જન્મસ્થળ છે.

તેમણે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે પાકિસ્તાન પાસેથી પૈસા લઈને લો બોર્ડ કોંગ્રેસની મદદથી રામ જન્મભૂમિના મુદ્દાને કોર્ટમાં ઉલઝાવી રહ્યુ છે.દરેક કામનો ફિક્સ રેટ લગાવવામાં આવે છે.હવે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર જલ્દી ફેંસલો લેવાનો સમય આવી ગયો છે.હવે આ મામલામાં ખુદ ભગવાન રામ પણ ઉદાસ હશે. આ પહેલાં રીઝવીએ રામ મંદિર નિર્માણ માટે 10000 રૂપિયાનો ફાળો પણ આપ્યો હતો.

રિઝવીના મંદિર તરફી નિવેદનો કટ્ટરવાદી મુસ્લિમોને માફક નથી આવી રહ્યા

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડ પહેલથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વકીલાત કરી રહ્યુ છે. જોકે વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીના મંદિર તરફી નિવેદનો કટ્ટરવાદી મુસ્લિમોને માફક નથી આવી રહ્યા ત્યારે હવે રિઝવીનુ કહેવુ છે કે તેમના પર રામ મંદિર નિર્માણ અયોધ્યામાં જ થવુ જોઈએ તે માટે બોર્ડે કરેલો દાવો પાછો લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે દબાણ થઈ રહ્યુ છે.

રીઝવીએ કહ્યુ હતુ કે મને ધમકીઓ અપાઈ રહી છે. તાજેતરમાં શિયા સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરુ ઈરાકના આયાતુલ્લાહ અલ સૈયદ અલી અલ હુસૈનીએ તાજેતરમાં ફતવો જાહેર કરીને સેન્ટ્રલ બોર્ડની મિલકત રામ મંદિર અથવા તો કોઈપણ પ્રકારના ધાર્મિક સ્થાનના નિર્માણ માટે આપી શકાય નહી તેવુ કહ્યુ છે. રિઝવીએ કહ્યુ છેકે આંતરરાષ્ટ્રીય સ્તર પરથી દબાણ એટલા માટે લાવવામાં આવી રહ્યુ છે કે શિયા વક્ફ બોર્ડ ડરીને પોતાનુ સોગંદનામુ સુપ્રીમ કોર્ટમાંથી પાછુ લઈ લે. આ પહેલા મને દાઉદ ઈબ્રાહિમે મારી નાંખવાની ધમકી આપી હતી. દાઉદે પાંચ લોકો મારી હત્યા માટે મોકલ્યા હતા.જેમને પોલીસે પકડી લીધા હતા.

મારી મોત પર પાકિસ્તાનમાં જશ્ન માનાવાશે

એ પછી પાકિસ્તાનની જમાતે ઈસ્લામી દ્વારા મને ધમકીભર્યો મેલ મોકલીને કહેવામાં આવ્યુ હતુ કે મારી મોત પર પાકિસ્તાનમાં જશ્ન માનાવાશે. હવે ઈરાકથી આયોતોલ્લાહ શિસ્તાનીનો ફતવો આવ્યો છે. રિઝવીએ કહ્યુ હતુ કે શિયા વક્ફ બોર્ડ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની વાતનુ સમર્થન કરે છે અને બોર્ડ ભારતના સંવિધાન પ્રમાણે કામ કરશે નહી કે આતંકવાદીઓના દબાણ કે ફતવા પ્રમાણે. આયાતુલ્લાહ શીસ્તાની સાહેબનો ફતવો તેમને ગેર માર્ગે દોરીને મંગાવવામાં આવ્યો છે. જેથી વક્ફ બોર્ડ પર દબાણ વધારી શકાય. અમે આ ફતવાને નથી માનતા. રામ મંદિર હિન્દુ સમાજની આસ્થા પ્રમાણે અયોધ્યામાં જ બનવુ જોઈએ અને એ હિન્દુઓનો અધિકાર છે.

Related posts

રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષી નેતાએ સ્ટોર વિભગામાં રેડ કરી, આવુ કાંઇક મળી આવતા આશ્ચર્ય!

Riyaz Parmar

હાફિઝની ધરપકડ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આપ્યુ પોતાનુ નિવેદન

Kaushik Bavishi

બની રહી છે નદીમાં તરતી હોટલ, 2020 માટે અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે લોકો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!