GSTV
Gujarat Government Advertisement

IPL 2020: શું ફિક્સ હતી દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ? સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો, સ્ક્રીનશોટ થઈ રહ્યો છે વાયરલ

Last Updated on October 12, 2020 by Mansi Patel

મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને IPL 2020નાં 27માં મેચમાં મ્હાત આપીને પોઈન્ટટેબલમાં ટોપ ઉપર જગ્યા બનાવી લીધી છે. પરંતુ આ મેચ દરમ્યાન કંઈક એવું થયુ છે, જેણે ફેન્સના મનમાં ઘણા બધા સવાલો ઉભા કરી દીધા છે. ક્રિકેટ ફેન્સ આ મુકાબલાને ફિક્સિંગની સાથે જોડીને જોઈ રહ્યા છે.

દિલ્હીની ઈનિંગનાં અંતિમ સ્કોરની પોસ્ટ

વાસ્તવમાં મેચ દરમ્યાન મુંબઈ ઈન્ડિયન્સ સતત મેચનો સ્કોર પોતાના TWITTER એકાઉન્ટ પર અપડેટ કરી રહી હતી. ફ્રેન્ચાઈઝીએ મેચ સમાપ્ત થવાના થોડા સમય પહેલાં જ દિલ્હીની ઈનિંગનાં અંતિમ સ્કોરની પોસ્ટ કરી હતી. જેમાં લખ્યુ હતુ, દિલ્હી કેપિટલસ-163/ 5(19.5) સાથે દિલ્હીએ પોતાની ઈનિંગ 162/4ની સાથે ખતમ કરી દીધી હતી.

સોશિયલ મીડિયા પર હલચલ મચી

આ ટ્વીટ તરત જ વાયરલ થઈ ગઈ હતી. જેને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી હતી. લોકો તેને ફિક્સિંગની સાથે જોડીને જોવા લાગ્યા છે. અને મુંબઈ ઈન્ડિયન્સે આ ટ્વીટને થોડા સમય બાદ ડિલીટ મારી દીધી હતી.

દિલ્હીને હરાવીને મુંબઈ ટોપ પર

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020માં 11 ઓક્ટોબરે મુંબઈ ઈન્ડિયંસને દિલ્હી કેપિટલે 5 વિકેટથી મ્હાત આપી હતી. ટુર્નામેન્ટમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરોમાં 4 વિકેટ ખોઈને 162 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈએ 19.4 ઓવરોમાં 5 વિકેટ ખોઈને મેચ પોતાના નામે કરી હતી. ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયનને ઈન્ડિયન પ્રીમિયર લીગનાં હાલનાં સત્રમાં હરાવવામાં એકવાર ફરીથી વિરોધી ટીમોનો પરસેવો છૂટી રહ્યો છે. અને કેપ્ટન રોહિત શર્મા તેના પ્રતિસ્પર્ધીઓથી આગળ રહેવા માટે જોર લગાવી રહ્યા છે.

અત્યાર સુધી અમારું પ્રદર્શન સારુ રહ્યુ

રોહિતે મુંબઈ ઈન્ડિયન્સનાં ટ્વીટ હેન્ડલ પર નાંખવામાં આવેલાં વીડિયોમાં કહ્યુ છે, અત્યાર સુધી અમારું પ્રદર્શન સારુ રહ્યુ છે. અમને બધાને ખબર છેકે, અમારે સૌથી વધારે પડકારોનો સામન કરવાનો રહેશે. ટુર્નામેન્ટનાં અંતિમ તબક્કામાં બધાને ખબર છે કે, શું થાય છે.તેણે કહ્યુ, આ અંત નથી અને આ શરૂઆત પણ ની. અમે ટુર્નામેન્ટની વચ્ચે છીએ અમને ખબર છે, તેની ઉપર એકાગ્રતા રાખવાની રહેશે. એકાગ્રતા હંમેશા મહત્વપૂર્ણ હોય છે. અમારે જે આગામી 7 મેચ રમવાની છે તે મહત્વપૂર્ણ હશે અને સાથે અમે તેની મજા લેવાની ભુલશું નહી.


READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વાવાઝોડું/ ગુજરાતમાં અહીંથી લોકોનું સ્થળાંતર શરૂ, 860 લોકોને સલામત સ્થળે ખસેડાયા

Dhruv Brahmbhatt

લખનઉના મેડિકલ સુવિધાથી વંચિત ગામમાં કોરોના જેવાં લક્ષણોથી 15નાં મોત, ગ્રામ્યજનોમાં ફફડાટ

Dhruv Brahmbhatt

તૌકતે વાવાઝોડાની અસર: કર્ણાટકના 73 ગામો થયા પ્રભાવિત, મેંગલોરમાં પલટ્યું જહાજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!