GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

શું ‘લગાન’ અભિનેત્રી ગ્રેસી સિંહ પણ નેપોટિઝમનો શિકાર બની હતી ?

ગ્રેસી સિંહને ટીવી સીરિયલ ‘અમાનત’માં ડીંકીની ભૂમિકામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. થોડા જ સમયમાં તેને ફિલ્મોની પણ ઓફર મળવાની શરૂ થઇ ગઈ હતી. તે સમયે આમિર ખાન આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘લગાન’નું નિર્માણ કરવા જઇ રહ્યો હતો. આ ફિલ્મમાં તે એક હિરોઇનની શોધમાં હતો જે ગામડાની છોકરીની ભૂમિકા ભજવી શકે. ગ્રેસીએ સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો અને તેને પસંદ કરવામાં આવી હતી. તે સમયના સુપરસ્ટાર આમિર ખાન સાથે ફિલ્મમાં ડેબ્યૂ કરવું એ ખૂબ મોટી વાત હતી. આ ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી હતી.

ત્રણેય ફિલ્મોએ સારું પ્રદર્શન કર્યું

તેના પછી ગ્રેસીને ત્રણ મોટી ફિલ્મ મળી અનિલ કપૂર સાથે ‘અરમાન’, સંજય દત્ત સાથે ‘મુન્ના ભાઈ એમ.બી.બી.એસ’ અને અજય દેવગણ સાથેની ‘ગંગાજલ’. આ ત્રણેય ફિલ્મોએ સારું પ્રદર્શન કર્યું. પરંતુ ત્યાર બાદ ગ્રેસીનું શું થયું?
20મી જુલાઈએ ચાલીસમાં વર્ષમાં પ્રવેશ કરનારી એક સૈનિકની પુત્રી ગ્રેસી સિંહમાં તે બધા ગુણો હતા જે એક અભિનેત્રીમાં હોવા જોઈએ. સુંદર, શિષ્તબદ્ધ, પ્રતિભાશાળી અને મહેનતુ. પણ અમુક ફિલ્મો ફ્લોપ રહ્યા બાદ તેને કામ મળવાનું બંધ થઇ ગયું. આ એ સમય હતો જ્યારે કરીના કપૂર ડેબ્યૂ કરી ચુકી હતી. રાની મુખરજી, ઐશ્વર્યા રાય અને પ્રીટિ ઝિન્ટા પણ ટોચ પર હતા. આ બધાની વચ્ચે કોઈએ ગ્રેસીને પૂછ્યું પણ નહીં.

પાર્ટીમાં હાજરી આપવી એ મારું કામ ન હતું

ગ્રેસીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું મહેનત કરી શકું છું, ચાપલૂસી નહી. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગતિશીલતાને સમજી શકતી નથી. રોલ મેળવવા માટે નિર્માતા પાસે જવું, તેમની પાર્ટીમાં હાજરી આપવી એ મારું કામ ન હતું. મને ખબર નથી કે મને ક્યારે અને કેમ કામ મળવાનું બંધ થઇ ગયું.’

Related posts

કેરળમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રાહત કેમ્પ શરૂ, રેડ એલર્ટ જાહેર

Ankita Trada

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

OMG! પાણીપુરી ખાતા-ખાતા લારીવાળાને દિલ દઈ બેઠી યુવતી, તક જોઈ તેની સાથે થઈ ગઈ ફરાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!