INDvAUS: ટેસ્ટ ટીમમાં શામેલ ન કરાતા છલકાયું ‘ગબ્બર’નું દર્દ, જાણો શું કહ્યું

ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન સતત ખરાબ પ્રદર્શન કર્યા બાદ હવે ફોર્મમાં પરત ફર્યો છે. ટી-20 સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ધવને કહ્યું કે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળવાના કારણે શરૂઆતમાં દુખી હતો પરંતુ હવે તે આગળ વધી ગયો છે.

ધવને કહ્યું કે, હાં હું થોડડો દુખી હતો પરંતુ હું આગળ વધી ગયો છુ અને માનસિક રૂપે સારી સ્થિતીમાં છુ. હું સકારાત્મક છુ. હું મારા ખેલનો આનંદ માણી રહ્યો છુ. મને થોડો બ્રેક મળ્યો છે અને હું મારી ટ્રેનિંગનો આનંદ લઇશ તથા વધુ ફિટ બનવાનો પ્રયાસ કરીશ.

દિલ્હીના આ ઓપનિંગ બેટ્સમેનને આશા છે કે ભારત 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઇ રહેલી ટાર ટેસ્ટની સિરિઝમાં સારુ પ્રદર્શન કરશે. ધવને કહ્યું કે, મને લાગે છે કે અમારી પાસે અહી સીરીઝ જીતવાની સારી તક છે. અમારે ત્રણેય ફોર્મેટમાં સારી પ્રદર્શન કરવુ પડશે અને તે પછી અમારી પાસે ઓસ્ટ્રેલિયાને હરાવવાની સારી તક હશે.

વર્લ્ડકપમાં હવે ફક્ત 6 મહિનાનો સમય બાકી છે પરંતુ 115 વન ડે ઇન્ટરનેશનલ મેત રમનારા આ અનુભવી કેલાજીની નજર હાલની પ્રક્રિયા પર છે. ધવને કહ્યું કે, હું મારુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીશ. જ્યારે હું આત્મવિશ્વાસથી ભરપૂર હોઉ છું ત્યારે બધુ જ બરાબર થઇ જાય છે. ચોક્કસપણે સ્વદેશ લાવવા ઇચ્છે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter