વિશ્વના ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ વોરેન બફેટ સાથે લંચ કરવા માટે એક અજાણ્યો વ્યક્તિ ચેરિટી સંસ્થાને 32 કરોડ રૂપિયા ચુકવશે. બફેટ સાથે લંચ કરવા માટે વેબસાઈટ ઈબે પર સમાપ્ત થયેલ પાંચ દિવસીય હરાજીમાં 32 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લાગી હતી.

જે 2012 અને 2016 દરમિયાન લાગેલ રેકોર્ડ બોલીઓ કરતાં પણ વધુ છે. હરાજી દ્વારા મળનાર રકમને સેન ફ્રાન્સિસ્કોનાં ટેંડરલોઈન સ્થિત ગ્લાઈડ ફાઉન્ડેશનને આપવામાં આવશે. આ ફાઉન્ડેશન ગરીબો, બેઘરો તેમજ નશાના વ્યસન સામે ઝઝૂમી રહેલ લોકોની મદદ માટે કામ કરે છે.

બર્કશાયર હેથવે ઈંકના ચેરમેન વોરેન બફેટ છેલ્લાં 20 વર્ષમાં આ પ્રકારની બોલીઓથી 3.42 કરોડ ડોલરની રકમ એકત્ર કરી ચુક્યા છે. વર્ષ 2000થી વોરેન બફેટ સાથે લંચ કરવા માટે પ્રતિવર્ષ બોલીઓ લાગે છે. બફેટનાં પ્રથમ પત્ની સુસાને તેમને ગ્લાઈડ ફાઉન્ડેશન વિશે જણાવ્યું હતું. સુસાનનું 2004માં અવસાન થયું હતું. હરાજી પૂર્ણ થયા બાદ ગ્લાઈડના પ્રેસિડેન્ટ કરેન હનરાહને જણાવ્યું હતું કે વોરેન બફેટ ખુબ રોમાંચિત છે. અમે તેમની સાથે વાત કરી છે. તેઓએ આ હરાજી ત્યાં સુધી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે જ્યાં સુધી તેઓ સક્ષમ છે. હરાજીમાં જીત મેળવનાર અને તેમનાં સાત મિત્રો મેનહટનના સ્મિથ વોલેન્સકી સ્ટિકહાઉસમાં બફેટ સાથે લંચ કરી શકે છે. આ દરમિયાન તેઓ બફેટને આગામી રોકાણ સિવાય કોઈપણ મુદ્દા પર ચર્ચા કરી શકે છે.
READ ALSO
- પુરુષોએ આ શરીરના પાર્ટ પર લગાવવું જોઇએ દેશી ઘી, થશે અનેક ફાયદા
- હાર્દિક પટેલ અને અમિત શાહ બન્ને આ કાર્યક્રમમાં જોવા મળશે, પોલીસનો ચુસ્ત બંધોબસ્ત
- સુરત બાદ અમદાવાદના યુવાનોને તલવાર વડે કેક કાપવાનો પાનો ચઢ્યો, પોલીસ આવી હરકતમાં
- મોદી સરકાર આ તારીખે જાહેર કરી શકે છે સામાન્ય બજેટ, ઇન્કમટેક્સમાં થશે મોટી જાહેરાત
- ધરમપુર વિસ્તારમાં બીજીવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ