GSTV

રાજીનામું: બિલ અને મેલિંડાના છૂટાછેડાથી કંટાળેલા વોરેન બફે પણ ફાઉંડેશનના ટ્રસ્ટી પદેથી હટી ગયાં

Last Updated on June 24, 2021 by Pravin Makwana

ખ્યાતનામ બિઝનેસમેન વોરેન બફેએ બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉંડેશનના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધુ છે. કારણ કે ચેરિટીને આ હાલના સમયમાં તેમના સંસ્થાપકોના છૂટાછેડાથી સંબંધિત સમસ્યા સામે ઝઝૂમવુ પડ્યુ હતું. 90 વર્ષિય બફેએ બુધવારે એક નિવેદન જાહેર કરીને આ અંગેની જાહેરાત કરી હતી. નિવેદનમાં તેમણે કહ્યુ હતું કે, મારૂ લક્ષ્ય પણ ફાઉંડેશનના લક્ષ્ય સાથે મેળ ખાય છે. આ દરમિયાન તેમણે એવુ પણ કહ્યુ હતુ કે, તે પોતાની બાર્કશાયર હેથવેના તમામ શેર, ચેરિટી માટે આપવાના અડધા રસ્તે પહોંચી ગયા છે. બફે છેલ્લા 15 વર્ષથી પોતાની 27 અબજ ડોલરથી વધારે રાશિ ચેરિટીને આપી ચુક્યા છે.

ગેટ્સ ફાઉન્ડેશનના ત્રણ બોર્ડ સભ્યોમાં બફેટનો સમાવેશ થતો હતો, ઉપરાંત બિલ અને મેલિન્ડા પણ સભ્યો હતા. નોંધપાત્ર વાત એ છે કે બિલ અને મેલિન્ડાએ ગયા મહિને જાહેરાત કરી હતી કે તેઓએ 27 વર્ષના લગ્ન જીવન પછી અલગ થવાનું નક્કી કર્યું છે.

બફેટ અને બિલ ગેટ્સ ઘણા લાંબા સમયથી મિત્રો હતા.ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને તેની પત્ની મેલિન્ડા ગેટ્સે લગ્નના 27 વર્ષ પછી અલગ થવાનું નક્કી કર્યું છે. ગયા મહિને નિર્ણયની ઘોષણા કરતા તેઓએ કહ્યું હતું કે “અમને નથી લાગતું કે આપણે આપણા જીવનના આગલા તબક્કામાં એક દંપતી તરીકે સાથે મળીને આગળ વધી શકીએ.” જોકે, બંનેએ કહ્યું હતું કે તેઓ વિશ્વની સૌથી મોટી ખાનગી સખાવતી સંસ્થા બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનમાં સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

તેમણે કહ્યું હતું કે, “અમે જીવનના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ, આવી સ્થિતિમાં આપણે અમારા પરિવાર માટે ગોપનીયતા જોઈએ છે.”

READ ALSO

Related posts

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!