અમેરિકન પ્રમુખ જો બાઇડેને અમેરિકન કંપનીઓને ચેતવણી આપી છે કે યુક્રેનનું યુદ્ધ જારી છે ત્યારે તેઓના અત્યંત મહત્ત્વના આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયા સાઇબર હુમલો કરી શકે છે.
બાઇડેનના ટોચના સાઇબર સિક્યોરિટી સહાયક એન ન્યુબર્ગરે વ્હાઇટ હાઉસમાં તે બાબત અંગે નિરાશા વ્યક્ત કરી છે કે કેટલીક અમેરિકન કંપનીઓએ સરકારની ચેતવણીની અવગણના કરી છે. આ કંપનીઓ જો તેમના સોફ્ટવેરમાં સુધારો નહીં કરે તો તે રશિયાના સાઇબર હુમલાનો ભોગ બની શકે છે.

આ પ્રકારે વારંવાર અપાતી ચેતવણીઓની અવગણના કરવામાં આવતા આપણે જોઈેએ છીએ કે તેના વિપરીત પરિણામ આવી શકે છે. આપણી સિસ્ટમ્સની ખામીઓનો તેઓ ફાયદો ઉઠાવી શકે છે. તેના લીધે હુમલાખોર માટે હુમલો કરવો અત્યંત સરળ થઈ પડશે.
સાઇબર સિક્યોરિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટી એજન્સીએ શીલ્ડસ અપ કેમ્પેઇન શરૂ કર્યુ છે. તેનું ધ્યેય કંપનીઓ તેનું ડિફેન્સ મજબૂત બનાવે અને ડેટા બેકઅપ તૈયાર રાખે તે છે.આ ઉપરાંત પ્રમાણભૂતતાને અનેકવિધ પ્રકારની બનાવવા અને તથા સાઇબર હાઇજિન સુધારવા પગલાં લેવા જણાવ્યું છે. ન્યુબર્ગરે જણાવ્યું હતું કે રશિયા અમેરિકાના એકમો પર સાઇબર હુમલા કરે તેવી કોઈ ચેતવણી મળી નથી, પણ હાલના સંજોગોમાં આ પ્રકારની ચેતવણીની રાહ જોઈ બેસી ન શકાય. તેના માટેની તૈયારીઓ તો શરૂ કરી દેવી પડે.

બાઇડેને જણાવ્યું હતું કે અમેરિકાએ રશિયા પર જે પ્રકારના આર્થિક પ્રતિબંધો લાદ્યા તેના વિરોધમાં રશિયા તેમના પર સાઇબર હુમલો કરે તેવી સંભાવના પ્રભળ બની ગઈ છે. યુક્રેન યુદ્ધના પગલે અમેરિકા અને તેના યુરોપીયન સહયોગીઓએ પુતિન પર સંખ્યાબંધ પ્રતિબંધ લાદ્યા છે.
Read Also
- SAHASRAR CHAKRA / શરીરના તમામ ચક્રોમાં અગ્રેસર છે સહસ્રાર ચક્ર, અન્ય ચક્રોને પણ આપે છે ઉર્જા
- અમદાવાદ / રાઘવ ફાર્મમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ કરાયો, લોકોએ ખુરશીને છત્રી બનાવી
- કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર
- Lal Kitab / જાણો લાલ કિતાબના એ ઉપાયો જેનાથી દૂર થાય છે દરેક પ્રકારની પરેશાનીઓ
- ક્રિકેટ રસિકો માટે ગુડ ન્યૂઝ : GT vs CSKની ફાઈનલ મેચને લઈને મોટી અપડેટ સામે આવી