GSTV

સુપ્રીમ કોર્ટનો તાજમહલની દેખરેખના મામલામાં સરકારને ઠપકો

Last Updated on August 29, 2018 by Karan

તાજમહલની દેખરેખના મામલામાં સુપ્રીમ કોર્ટે બેહદ આકરા લહેજામાં સરકારને કહ્યું છે કે તેને સેંકડો વર્ષો સુધી સુરક્ષિત અને સંરક્ષિત રાખવાના ઉપાયમાં બેદરકારી દાખવવામાં આવી છે અને તેને સહન કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આને જોવાના બે દ્રષ્ટિકોણ છે. પહેલો દ્રષ્ટિકોણ તાજમહલને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે અને બીજો દ્રષ્ટિકોણ પ્રદૂષણથી યમુના અને તાજને કેવી રીતે મુક્ત રાખવામાં આવે. એટલે કે કારખાનામાં વાયુ અને યમુનાને બચાવવી વગેરે. તાજમહલની સુરક્ષા અને સંરક્ષણ માટે પ્રદૂષણ તથા હરિત ક્ષેત્ર જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખતા વ્યાપક પરિપ્રેક્ષ્યમાં દ્રષ્ટિપત્ર તૈયાર કરવું જોઈએ. કારણ કે આ વારસાના સંરક્ષણ માટે બીજો અવસર મળવાનો નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નિશ્ચિતપણે આ મામલામાં તાજમહલનને કેન્દ્રમાં રાખીને વિચાર કરવો પડશે. પરંતુ તેની સાથે દ્રષ્ટિપત્ર તૈયાર કરતી વખતે વાહનોનાન આવાગમન, તાજ ટ્રાઈપેજિયમ ઝોનમાં કામ કરી રહેલા ઉદ્યોગોથી થનારા પ્રદૂષણ અને યમુના નદીના જળસ્તર જેવા મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. તાજ ટ્રાઈપેજિયમ ઝોન લગભગ 10 હજાર ચારસો વર્ગ કિલોમીટરનો વિસ્તાર છે. તેમા યુપીના આગ્રા, ફિરોજાબાદ, મથુરા, હાથરસ અને એટા તથા રાજસ્થાનનો ભરતપુર જિલ્લો આવે છે. સુપ્રીમ કોર્ટની ખંડપીટે દ્રષ્ટિપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં સામેલ યોજનાના સમન્વયકને કહ્યુ હતુ કે જો તાજમહલ ખતમ થઈ જશે. તો તમને બીજો મોકો મળવાનો નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તાજમહલને સંરક્ષિત કરવા માટે અધિકારીઓએ તેના અનેક પાસાઓ પર વિચારણા કરવી પડશે. સુપ્રીમ કોર્ટે હરિત ક્ષેત્રની સાથે જ આ વિસ્તારમાં કાર્યરત ઉદ્યોગો અને હોટલો તથા રેસ્ટોરન્ટમાં સંખ્યાની જાણકારી પણ માગી છે. યુપીની સરકારના અધિક સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડવોકેટ ઐશ્વર્યા ભાટીએ કહ્યું છે કે દિલ્હીમાં નિયોજન અને વસ્તુકળા વિદ્યાલય દ્વારા દ્રષ્ટિપત્ર તૈયાર થઈ રહ્યું છે. તાજમહલના સંરક્ષણ સિવાય આ તમામ બિંદુઓના નિપટારા માટે એક વ્યાપક યોજના પર પણ વિચારણા થઈ રહી છે.

 

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!