GSTV

વૉર્નરે SRHને આપી શુભેચ્છા, ચાહકોએ કહ્યું ‘મિસ યૂ’

Last Updated on April 10, 2018 by Bansari

બોલ ટેમ્પરિંગ મામલે દોષી ઠેરવવામાં આવ્યા બાદ એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલા ઑસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વૉર્નર માટે પ્રસંશકોના મનમાં ક્યાંક ને ક્યાંક કૂણી લાગણી હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે આઇપીએલ 11માં સનરાઇઝ હૈદરાબાદની ટીમની પહેલી મેચમાં વૉર્નરે ટ્વિટ કરીને ટીમને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ હૈદરાબાદ અને વૉર્નરના પ્રશંસકોએ ટ્વિટર પર આ દિગ્ગજ ખેલાડી માટે અનેક ભાવુક સંદેશ લખ્યાં.

વૉર્નરે ટ્વિટ કર્યુ કે,’સનરાઇઝ હૈદરાબાદના મારા મિત્રો, સારી રીતે રમજો.’ વૉર્નરના આ મેસેજ બાદ અનેક ચાહકોએ તેમની જૂની તસવીરો શેર કરી અને ટ્વિટ કર્યુ કે ફેન્સ વૉર્નરે ખૂબ જ મિસ કરી રહ્યાં છે. કેટલાંક ચાહકોએ તો તેમના જલ્દી પરત ફરવાની આશા વ્યક્ત કરી. તેવામાં કેટલાંક ચાહકોએ આઇપીએલમાં વૉર્નરની ગેરહાજરી પસંદ ન હોવાનું જણાવ્યું.

IPLમાં તમારી પણ ટીમ બનાવી રમો ક્રિકેટ અને જીતો રોજ 35000 સુધીના રોકડ ઇનામો

ઉલ્લેખનીય છે કે સનરાઇઝ હૈદરાબાદની ટીમે પોતની પહેલી મેચમાં રાજસ્થાન રૉયલ્સને 9 વિકેટે માત આપી. વૉર્નર આઇપીએલ 10માં હૈદરાબાદના કેપ્ટન હતા અને આઇપીએલ 9માં હૈદરાબાદની ટીમે વૉર્નરની કેપ્ટન્સીમાં જ આઇપીએલની ટ્રોફી જીતી હતી.

Related posts

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Zainul Ansari

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah

સેવા સેતુ કે કુસેવા? ક્યાંક લોકોએ ફરજિયાત ભાષણ સાંભળવું પડ્યું, ક્યાંક બાળકો સહિતની ભીડ ભેગી કરાઈ તો ક્યાંક વળી લોકોના કામ ટલ્લે ચડ્યાં..

Bansari
Do NOT follow this link or you will be banned from the site!