GSTV
Gujarat Government Advertisement

ડેવિડ વોર્નરે કર્યો મોટો ખુલાસો : ભારતનો આ ખેલાડી જ તોડશે લારાનો 400 રનનો કિર્તીમાન

Last Updated on December 1, 2019 by pratik shah

ઓસ્ટ્રેલિયાના આક્રામક બેટ્સમેન ડેવિડ વોર્નરે ટ્રીપલ સેન્ચુરી ફટકારી પાકિસ્તાન સામે ઈતિહાસ રચી દીધો છે. હવે ડેવિડ વોર્નર પર એ નિવેદનો આવી રહ્યા છે કે તે લારાનો રેકોર્ડ તોડવાની નજીક હતો એ સમયે જ ટીમના કેપ્ટન પેને દાંવ ડિક્લેર કરી નાખ્યો. હવે ખૂદ ડેવિડ વોર્નરને પૂછાયેલા એક સવાલમાં આ ઘાતક બેટ્સમેને જવાબ આપ્યો છે કે કોણ ભવિષ્યમાં લારાનો કિર્તીમાન તોડશે.

ડેવિડ વોર્નરે કહ્યું છે કે, ભારતીય ટીમનો આધારસ્તંભ ખેલાડી એવો રોહિત શર્મા આગામી સમયમાં લારાના 400 રનના કિર્તીમાનને તોડવાની ક્ષમતા ધરાવે છે. આમ કહી તેણે રોહિત શર્માની પ્રશંસાના પૂલ બાંધ્યા હતા. જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડરી બેટ્સમેન બ્રાયન લારાએ વર્ષ 2004માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સેન્ટ જ્હોન્સના મેદાનમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા લારાનો ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 375 રન હતો. જે પણ તેણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સેન્ટ જ્હોન્સના ગ્રાઊન્ડમાં જ બનાવ્યો હતો. લારાનો 375 રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના એક સમયના ઘાતક બેટ્સમેન મેથ્યુ હેડેને ઝિમ્બાબ્વે સામે તોડ્યો હતો.

વોર્નરના વાવાઝોડા સામે પાકિસ્તાન ફેલ

વિશ્વમાં જેની ખતરનાક બેટ્સમેનમાં ગણના થાય છે તે ડેવિડ વોર્નરે શનિવારે એડિલેડ ઓવન મેદાનમાં પાકિસ્તાન સામે કહેર વરસાવતા ચોથી સૌથી ફાસ્ટેસ્ટ ટ્રીપલ સેન્ચુરી ફટકારી દીધી છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાય રહેલી બીજી ટેસ્ટમાં ડેવિડ વોર્નરે આ કારનામો કરી બતાવ્યો હતો. વર્ષ 2012 બાદ વોર્નર દ્રારા લગાવવામાં આવેલી આ સેન્ચુરી કોઈ પણ ઓસ્ટ્રેલિયાના ખેલાડી દ્રારા ફટકારવામાં આવેલી પહેલી ટ્રીપલ સેન્ચુરી છે.

બ્રેડમેનનો કિર્તીમાન તૂટ્યો

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે એડિલેડ ખાતે રમાય રહેલી બીજી ટેસ્ટમાં ડેવિડ વોર્નર રીતસરનો તોફાન બનીને તૂટી પડ્યો હતો અને વિક્રમોની વણઝાર સ્થાપી દીધી હતી. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટ માત્ર નીરસ હોય છે તેના પર પણ વોર્નરની ધારદાર ઈનિંગે પૂર્ણવિરામ મુકી દીધું હતું. વોર્નરે આ મેચમાં નોટઆઉટ 335 રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ એડિલેડના ગ્રાઊન્ડમાં ઓસ્ટ્રેલિયાના જ દિગ્ગજ બેટ્સમેન ડોન બ્રેડ઼મેન દ્રારા ફટકારાયેલા 229 રનની ઈનિંગનો વિક્રમ તોડી નાખ્યો હતો. વોર્નરની આ ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટના નજીવા નુક્સાને 598 રન પર ઈનિંગ પૂર્ણ કરી હતી.

વોર્નરે બાળકોનું સ્વપ્ન કર્યું પૂર્ણ

વોર્નરે મેચ પૂર્ણ થયા બાદ પોતાનું હેલમેટ અને ગ્લવ્ઝ બાળકોને આપી દીધા હતા. 335 રનની ઈનિંગમાં પૂર્ણ થયા બાદ વોર્નરના એક ફેને ખાસ ડિમાન્ડ કરી હતી. મેચ જોવા માટે આવેલા એક ખેલાડીએ પવેલિયન તરફ જઈ રહેલા વોર્નર પાસેથી હેલમેટની માગણી કરી હતી. પોતાના ફેનને ખુશ કરવા માટે વોર્નરને પોતાનું હેલમેટ અને ગ્લવ્ઝ તેને ઉછાળીને આપી દીધા હતા.

2014 બાદ ડાબોડી બેટ્સમેન દ્રારા ફટકારાયેલી પ્રથમ ટ્રીપલ સેન્ચુરી

ડિસેમ્બર 2016 બાદ વોર્નરની આ પહેલી ટ્રીપલ સેન્ચુરી છે. આ પહેલા 2016માં જ કરૂણ નાયરે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 303 રનની ઈનિંગ રમી હતી. વર્ષ 2014 બાદ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન દ્રારા ફટકારવામાં આવેલી આ પહેલી ટ્રીપલ સેન્ચુરી છે. આ પહેલા શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગારકરાએ બાંગ્લાદેશ વિરૂદ્ધ ટ્રીપલ સેન્ચુરી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રીપલ સેન્ચુરી ફટકારનારો વોર્નર હવે 7મો બેટ્સમેન બની ચૂક્યો છે. આ સાથે જ એડિલિડના ગ્રાઊન્ડ પર પ્રથમ ટ્રીપલ સેન્ચુરી ફટકારનારો ખેલાડી પણ વોર્નર જ છે.

300 રન પૂર્ણ કરવામાં માત્ર 389 બોલનો ઉપયોગ

વોર્નરે 300 રન પૂર્ણ કરવા માટે માત્ર 389 બોલનો ઉપયોગ કર્યો હતો. જે ઈતિહાસની ચોથી સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે. વોર્નરની પાવરફુલ ઈનિંગ હોવા છતાં દક્ષિણ આફ્રિકા સામે સહેવાગે ફટાકારેલ ટ્રીપલ સેન્ચુરીનો રેકોર્ડ નહોતો તોડી શક્યો. સહેવાગે આફ્રિકા સામે 278 બોલમાં 300 રન ફટકાર્યા હતા.

ક્રિકેટ ઈતિહાસની ફાસ્ટેસ્ટ ટ્રીપલ સેન્ચુરી

ખેલાડીબોલવિરોધી ટીમવર્ષ
વિરેન્દ્ર સહેવાગ278સાઉથ આફ્રિકા2007-08
મેથ્યુ હેડન362ઝિમ્બાબ્વે2003-04
વિરેન્દ્ર સહેવાગ364પાકિસ્તાન2003-04
ડેવિડ વોર્નર389પાકિસ્તાન2019-20

સોશિયલ મીડિયા પર પણ ફેન્સ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન દ્રારા લેવામાં આવેલા નિર્ણયથી ક્રોધિત થયા હતા. ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર હજુ નોટ આઉટ હતો એ સમયે જ ઈનિંગ ડિક્લેર કરી દેતા બ્રાયન લારાનો અજય 400 રનનો રેકોર્ડ તૂટતા રહી ગયો હતો. લારાએ આ વિક્રમ ઈંગ્લેન્ડ સામે 2004માં સેન્ટ જ્હોન્સ મેદાનમાં કર્યો હતો. જે મેદાન પર લારાએ પહેલા 375 રન પણ એ જ ગ્રાઊન્ડમાં ફટકાર્યા હતા. વોર્નરની આજની ઈનિંગ્સ જોઈ ક્રિકેટ ચાહકો પણ મંતવ્ય વ્યક્ત કરી રહ્યાં હતા કે લારાનો રેકોર્ડ તૂટી જશે પણ સમય પહેલા ઈનિંગ પર બ્રેક લગાવી દેતા લારાનો રેકોર્ડ હજુ અજય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Health Tips / સાઇનસના દુ:ખાવાથી આજે જ રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા, થશે મોટી રાહત

Dhruv Brahmbhatt

WHOની ચિંતા વધી / 29 દેશોમાં જોવા મળ્યા કોરોનાનો નવો વેરિયન્ટ, આક્રમક સંક્રમણ સાથે એન્ટિબોડી પણ નહીં આવે કામ

Harshad Patel

વાહ ! વરિયાળીના પાણીના છે અનેક ફાયદાઓ, આવી રીતે ઘર પર બનાવો, કેટલીય બિમારીઓને કરી દેશે દૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!