પેલેની લોકપ્રિયતાનો કોઈ પાર નથી. 82 વર્ષે નિધન પછી સમગ્ર જગતમાં તેમના ચાહકો શોકગ્રસ્ત છે. એ વચ્ચે પેલેના જીવન વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ.

- પેલે એકમાત્ર એવા ખેલાડી છે જેમના કારણે યુદ્ધ લડાતુ અટક્યુ હતું. 1967માં નાઈઝિરિયામાં નાઇઝિરિયા અને અલગતાવાદી પ્રાંત બિઆફારા વચ્ચે ગૃહયુદ્ધ ચાલતુ હતુ. એ વખતે પેલે સાંતોસ ક્લબ માટે રમતા હતા. એ ક્લબ અને નાઇઝિરિયા વચ્ચે ફૂટબોલ મેચ હતી. એ રમવા પેલે સહિતની ટીમ નાઈઝિરિયા આવી હતી. જંગ લડી રહેલા બન્ને પક્ષો પેલેના ચાહક હતા. માટે તેમણે નક્કી કર્યું કે આપણે 48 કલાક માટે યુદ્ધ અટકાવીએ, મેચ જોઈએ અને ફરી લડીશું. આખા દેશમાં મારા-મારી ચાલતી હતી એવી સ્થિતિમાં ફૂટબોલની મેચ પેલેને કારણે શાંતિપૂર્વક રમાઈ હતી.
- પેલેના નામે કુલ 1283 ગોલનો વિક્રમ છે. તેમાંથી 77 ગોલ તેમણે બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમ માટે કર્યા હતા. બ્રાઝિલ માટે 92 મેચ રમ્યા હતા.
- બ્રાઝિલની નેશનલ ટીમ ઉપરાંત પેલે બે ક્લબ માટે રમ્યા હતા. સંતોસા અને ન્યુયોર્ક કોસમોસ.
- અમેરિકી મહા વિજ્ઞાની થોમસ આલ્વા એડિસન પરથી પેલેનું નામ એડસન આર્ન્ટ્સ ડો નોસિમિઆન્તો (Edson Arantes do Nascimento) રાખવામાં આવ્યુ હતું.
- પેલેના બાળપણ વખતે બ્રાઝિલમાં વાલ્ડમેર દ બ્રિતો નામના ખેલાડીની બોલબાલા હતી. એ ખેલાડીએ પેલેને રમતા જોયા હતા. પેલેથી તેઓ પ્રભાવિત થયા હતા અને બ્રાઝિલની પ્રસિદ્ધ ફૂટબોલ ક્લબ સાંતોસ સુધી લઈ ગયા હતા. એ વખતે પેલેની ઉંમર 11 વર્ષ જ હતી. પેલેની ઉંમર 15 વર્ષની હતી ત્યારે જ સાંતોસ ક્લબે તેમને રમવા માટે કરારબદ્ધ કરી લીધા હતા.
- અમેરિકી પ્રમુખ રોનાલ્ડ રેગને કહ્યું હતું કે મારે મારી ઓળખ અમેરિકાના પ્રમુખ તરીકે આપવી પડે. પરંતુ પેલેને એવી કોઈ ઓળખાણની જરુર નથી. બે શબ્દોનું નામ જ કાફી છે.
- ભારતની અત્યંત લોકપ્રિય ફિલ્મ ગોલમાલમાં પણ પેલેનો ઉલ્લેખ આવે છે. સમર્થ અભિનેતા ઉત્પલ દત્ત નોકરી માટે અમોલ પાલેકરનો ઈન્ટર્વ્યુ લેતી વખતે પૂછે છે કે પેલે કે બારે મેં તુમ ક્યા જાનતે હો?
- બ્રાઝિલની ટીમ માટે ફૂટબોલ રમવાની શરુઆત કરી ત્યારે પેલેની ઊંમર 17 વર્ષની હતી. સૌથી નાની વયે એટલે કે 17 વર્ષની વયે ફૂટબોલ વિજેતા થવાનો વિક્રમ પેલેના નામે છે.
- પેલેના સંઘર્ષ વિશે હોલિવૂડમાં Pelé: Birth of a Legend નામની ફિલ્મ બની છે. આ ફિલ્મમાં પેલેનો સંઘર્ષ અદભૂત રીતે રજૂ કરવામાં આવ્યો છે.
- પેલેની આવડતની કદર કરીને 1995માં તેમની સ્પોર્ટ્સ મિનિસ્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. 1998 સુધી પેલે આ પદે રહ્યા હતા.
- 1999માં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિએ પેલેને સદીના સર્વોત્તમ એથ્લીટ જાહેર કર્યા હતા. ટાઈમ મેગેઝિને સદીના સર્વોત્તમ ફૂટબોલરની ઓળખ પેલેને આપી હતી.
- પેલેએ બ્રાઝિલ માટે કુલ 3 વિશ્વકપ જીત્યા હતા. 1958, 1962 અને 1970. વિશ્વકપમાં કુલ મળીને પેલેએ 12 ગોલ કર્યા છે. વિશ્વકપની 14 મેચ પેલે રમ્યા હતા. બ્રાઝિલમાં તેના કરતા વધારે ગોલ કરવામાં રોનાલ્ડોનું નામ આગળ છે. વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડીઓમાં પેલે પાંચમાં ક્રમે છે.
- ફૂટબોલમાં પેનલ્ટી દ્વારા ગોલ કરવાની પ્રથા છે. જોકે પેલે અંગત રીતે આ નિયમના વિરોધી હતા. માટે તેમણે કહ્યુ હતું કે પેનલ્ટી દ્વારા ગોલ કરવો એ તો કાયરનું કામ છે.
- મેદાન ઉપરાંત ઈનડોર રમાતી ફૂટબોલની રમતમાં પણ પેલે ઉસ્તાદ હતા.
- પેલે બ્રાઝિલના મહાન ખેલાડી હતા તો ડિએગો મારાડોના આર્જેન્ટિનાના મહાન ખેલાડી હતા. દક્ષિણ અમેરિકા ખંડના આ બન્ને દેશો પાસપાસે છે અને ફૂટબોલના પરંપરાગત હરિફ છે. પેલે અને મારાડોના વચ્ચે જરાય બનતું ન હતું. તક મળે ત્યારે બન્ને એકબીજાની ટીકા કરતા હતા. જોકે પાછલા વર્ષોમાં બન્ને ઘણા કાર્યક્રમોમાં સાથે દેખાયા હતા.
- પેલેને ફૂટબોલનો વારસો મળ્યો હતો. તેમના પિતા પણ ફૂટબોલ ખેલાડી હતા. પરંતુ પગમાં ઈજા થયા પછી તેમને ફૂટબોલથી દૂર થવુ પડ્યુ હતું. પરંતુ પેલેના પિતાએ એક મેચમાં પાંચ હેડર એટલે કે માથા વડે ગોલ કર્યા હતા. પેલેના નામે એક જ મેચમાં મહત્તમ ચાર હેડરનો રેકોર્ડ છે. પેલે એ મામલે પિતાની બરોબરી કરી શક્યા ન હતા.
- પેલે જેવી સફળતા મેળવવાની સૌ કોઈની ઈચ્છા હોય છે. તો સફળતા માટે પેલેએ કહેલી આ વાત યાદ રાખવી જોઈએ : ‘સફળતા એ અચાનક નથી આવી જતી, મહેનત કરવી પડે, અભ્યાસ કરવો પડે, બલિદાનો આપવા પડે અને ખાસ તો તમે જે કરો છો તેને પ્રેમ કરવો પડે.’
- 1961માં પેલેને બ્રાઝિલ સરકારે રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કર્યા હતા. એ પછી પેલેને દેશ બહાર સ્થાયી થવા પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. કેમ કે 1958માં બ્રાઝિલે પહેલો વિશ્વકપ જીત્યો પછી યુરોપની અનેક ક્લબોએ પેલેને પોતાને ત્યાં આવી જવા ઓફરો કરી હતી. પેલે દેશ છોડી દેશે તો એવો સરકારને ડર લાગ્યો હતો.
- આખુ જગત ભલે પેલે તરીકે ઓળખે પણ પેલેને પોતાને પોતાનું આ નામ પસંદ ન હતું.
- બજેટ બુધવારે લોકસભામાં રજૂ થાય એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે પણ આવકવેરામાં નહીં મળે મોટી રાહતો
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે
- રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ