GSTV

આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદીના હસ્તે વોર મેમોરિયલનું થશે લોકાર્પણ

Last Updated on February 25, 2019 by

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે વોર મેમોરિયલનું લોકાર્પણ થવાનુ છે. દેશના શહીદનો માનમાં આશરે 40 એકર જમીન પર વોર મેમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યુ છે. 2015માં મોદી સરકારે વોર મેમોરિયલના નિર્માણની મંજૂરી આપી હતી.

આ સ્મારકમાં આઝાદી બાદ 1947-48, 1962માં ભારત ચીન યુદ્ધ, 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ,  1971માં બાંગ્લાદેશનં નિર્માણ અને 1999માં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને સ્થાન આપવામાં આવ્યુ છે. એક અંદાજે આ સમારકમાં 25 હજાર 942 શહીદ સૈનિકોને સ્થાન મળ્યુ છે. સ્મા

રકમાં એક ત્યાગ ચક્રનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમા આવેલી  16 દિવાલો પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જવાનોના નામ સુવર્ણ અક્ષરેથી લખવામાં આવ્યુ છે. ગઈ કાલે પીએમ મોદીએ  મન કી બાત  કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, આપણા દેશમાં એક પણ વોર મેમોરિયલ નહોતુ. આ વોર મેમોરિયલ બનાવવાનું કામ અમારી સરકારે કર્યુ. આ વોર મેમોરિયલમાં દેશ માટે પાણી ન્યોછાવર કરનારા તમામ જવાનોની શૌર્યગાથાઓ હશે.

Related posts

ગુજરાત ભરમાં હોબાળા : ધંધૂકા, રાધનપુર બાદ આજે રાજકોટમાં ધંધૂકાવાળી થતાં રહી ગઈ, પોલીસતંત્ર રહે એલર્ટ

GSTV Web Desk

માઈ ભક્તો માટે ખુશખબર: આ તારીખથી ખુલશે અંબાજી મંદિરના દ્વાર, ઓનલાઇન બુકિંગ ફરજિયાત

GSTV Web Desk

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!