GSTV
Gujarat Government Advertisement

યુદ્ધ બહાદુરીથી જીતવામાં આવે છે ઉપકરણોથી નહીં : અમિત શાહ

Last Updated on March 1, 2020 by Mayur

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોલકાત્તાની મુલાકાત દરમ્યાન રાજરહાટમાં એનએસજી કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન કર્યું. વિશાળ એકરમાં ફેલાયેલા એનએસજી કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન કરતા અમિત શાહે જણાવ્યું કે પાંચ વર્ષમાં એનએસજીએ ભારત સરકાર પ્રત્યે જે અપેક્ષાઓ રાખી છે તે તમામ અપેક્ષાઓ પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર પૂર્ણ કરશે.

અમે આપને સારા આવાસ આપી શકીએ છીએ

એનએસજીએ પોતાની સ્થાપનાથી લઇને આજ સુધી પોતાના જવાનોના સર્વોચ્ચ બલિદાનથી ન ફક્ત સરકાર પરંતુ દેશ અને દુનિયામાં અને ખાસ કરીને ભારતીય પ્રજામાં એક વિશ્વાસ ઉભો કરવામાં મોટી સફળતા મેળવી છે. અમિત શાહે કહ્યું કે અમે આપને સારા આવાસ આપી શકીએ છીએ.

યુદ્ધ બહાદુરીથી જીતવામાં આવે છે ઉપકરણોથી નહીં

તમારા પરિવારોની જરૂરિયાતનું ધ્યાન પણ રાખી શકીએ છીએ. અમે આપને આધુનિક ઉપકરણો અને ટેકનિક પૂરી પાડી શકીએ છીએ. પરંતુ યુદ્ધ બહાદુરીથી જીતવામાં આવે છે ઉપકરણોથી નહીં. શૌર્ય યુદ્ધ જીતાડે છે. ઉપકરણો તો તેમાં ફક્ત એક ભૂમિકા ભજવે છે. સાધનો અને ટેકનોલોજી ક્યારેય આ બહાદુરીનું સ્થાન ન લઇ શકે તેમ અમિત શાહે જણાવ્યું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ટિપ્સ / શું ગર્લફ્રેન્ડ સાથેની પહેલી ડેટ પર યુવકને જ બિલ ચુકવવું જોઇઅ? જાણો એક્સપર્ટની ખાસ સલાહ

Zainul Ansari

DRDO ભરતી 2021: અપરેંટિસના પદો પર અરજીની પ્રક્રિયા શરૂ, એક ક્લિકે જાણો તમામ ડિટેલ્સ

Bansari

લોકડાઉન/ ગૃહિણીઓના ખિસ્સાંનું બજેટ વિખરાયું, દરેક ઘરના ખર્ચમાં સરેરાશ પાંચ ટકા સુધીનો વધારો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!