GSTV
Gujarat Government Advertisement

યુદ્ધનાં ભણકારા, ભારતે સરહદે મિસાઈલો, સૈન્ય તૈનાત કર્યા : પાક.ની યુએનમાં ફરિયાદ

Last Updated on December 20, 2019 by Mayur

પાકિસ્તાને રાષ્ટ્રસંઘને ફરિયાદ કરી છે કે ભારત લાઈન ઑફ કન્ટ્રોલ પર આક્રમક વલણ અપનાવવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ યુનાઈટેડ નેશન્સને પત્ર લખ્યો છે. એ પત્રમાં પાકિસ્તાને આક્ષેપ કર્યો છે કે એલઓસી આસપાસના વિસ્તારમાં ભારતે નવા મિસાઈલ તૈનાત કર્યાં છે. જેનાથી આ વિસ્તારની શાંતિ જોખમાઈ શકે છે.

પત્રમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે આ બધી હિલચાલ ભારત કાશ્મીરમાં બગડી રહેલી સિૃથતિ પરથી વિશ્વની નજર હટાવવા માટે કરી રહ્યું છે. બીજા પાકિસ્તાની અિધકારીએ એવો દાવો કર્યો હતો કે એલઓસી પર પાંચ સૃથળે લશ્કરી મૂવમેન્ટ ઝડપી બની શકે એટલા માટે ફેન્સિંગ વાડ સહિતના અવરોધો હટાવી દેવાયા છે.એલઓસીની પેલે પાર પાકિસ્તાન કબજાનું કાશ્મીર આવેલું છે, જે મૂળ ભારતનું છે. ભારત સરકાર એ પાક ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે) કબજે કરવા માટે પાકિસ્તાન પર આક્રમણ કરશે કે કેમ એ સવાલ ચર્ચાતો રહે છે.

દરમિયાન હજુ એક દિવસ પહેલા ભારતીય લશ્કરી વડા જનરલ બિપિન રાવતે એલઓસી પર સ્થિતિ તંગ હોવાનો સ્વીકાર કરીને કહ્યું હતું કે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ભારતીય સૈન્ય એ માટે સંપૂર્ણ પણ તૈયાર છે. પાકિસ્તાનનો આક્ષેપ છે કે અહીં વિવિધ રેન્જના મિસાઈલ ખડકી દેવાયા છે, જેનો ઉપયોગ પાકિસ્તાનને ડરાવવા માટે થવાની સંભાવના છે. એ સંજોગોમાં દક્ષિણ એશિયાની શાંતિ ન જોખમાય એટલા માટે રાષ્ટ્રસંઘે દખલ કરવી જોઈએ.

કુરેશીએ છેલ્લા થોડા વખતમાં કાશ્મીર મુદ્દે ભારતની ફરિયાદ કરતા ઘણા પત્રો રાષ્ટ્રસંઘને લખ્યા છે. એ સિરિઝમાં આ લેટેસ્ટ પત્ર હતો. જોકે પત્રમાં કરાયેલા આક્ષેપો સાચા સાબિત કરવા જરૂરી પુરાવા તેમણે રજૂ કર્યા ન હતા. આ ઘટનાક્રમ પછી સોશિયલ મીડિયામાં એ ચર્ચા શરૂ થઈ હતી કે ઓલઓસી પર કંઈક નવા-જૂની થવાની તૈયારીમાં છે? જોકે નવા-જૂની થાય એવી શક્યતા નહીવત છે. કેમ કે અત્યારે રક્ષા મંત્રી અમેરિકી પ્રવાસે છે. જ્યારે વર્તમાન સૈન્ય વડા જનરલ રાવતનો કાર્યકાળ 31મી ડિસેમ્બરે પુરો થાય છે. એટલે એ પહેલા ખાસ કંઈ થાય એવી શક્યતા નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ, જનતા કરફ્યુ સાથે નીકળશે ભગવાન નગરચર્યાએ

Pritesh Mehta

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel

2014માં સત્તા મેળવવા ભરપૂર ઉપયોગ કર્યા બાદ ભાજપના તેવર બદલાયા, પ્રશાંત કિશોર જે કોલેજમાં ભણે છે, અમિત શાહ ત્યાંના પ્રિન્સિપાલ છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!